Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : દાદી સાથે જવાની જીદ પુરી નહી થતા દિકરીએ દવા ગટગટાવી

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ સાધલી રોડ પર રહેતા પરિવારમાં 15 વર્ષિય દિકરીએ મધ્યપ્રદેશમાં રહેતા દાદી સાથે જવાની જીદ પકડી હતી. પરંતુ તે પ્રમાણે નહી થતા તે સીરાઇ ગઇ હતી. બાદમાં આ વાત તેના મનમાં લાગી આવતા તેણે ઝેરી...
11:01 AM Jun 06, 2024 IST | PARTH PANDYA
REPRESENTATIVE IMAGE

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ સાધલી રોડ પર રહેતા પરિવારમાં 15 વર્ષિય દિકરીએ મધ્યપ્રદેશમાં રહેતા દાદી સાથે જવાની જીદ પકડી હતી. પરંતુ તે પ્રમાણે નહી થતા તે સીરાઇ ગઇ હતી. બાદમાં આ વાત તેના મનમાં લાગી આવતા તેણે ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે. હાલ આ મામલે ડભોઇ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. બાદમાં મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટુંકી મુલાકાત બાદ જવા રવાના

વડોદરા પાસે ડભોઇ-સાધલી રોડ પર કેરમસીંગ નવલસીંગ માવી (માવડા) (ઉં. 45) તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ મુળ અલીરાજપુર, કાલુવાડ ગામના છે. પરિવારમાં પત્ની તથા તેમની 15 વર્ષિય દિકરી મનીષા માવી હતા. તાજેતરમાં મધ્યપ્રદેશથી તેમના દાદી આવ્યા હતા. અને તેમની ટુંકી મુલાકાત બાદ જવા રવાના થયા હતા. તેવામાં દિકરી મનીષાએ દાદી સાથે જવાની જીદ પકડી હતી. પરંતુ પરિજનો દ્વારા તેને અટકાવવામાં આવી હતી.

મોત વ્હાલુ કર્યું

બાદમાં દાદી કનીબેન એકલા જ વતન જવા રવાના થયા હતા. તેવામાં દિકરી મનીષા રીસાઇ ગઇ હતી. તેની જીદ પુરી ન થવાની વાત તેના મનમાં લાગી આવતા તેણે અજાણી ઝેરી દવા ગટગટાવી દીધી હતી. અને મોત વ્હાલુ કર્યું હતું. આ ઘટનાને પગલે પરિજનો અચંબામાં મુકાઇ ગયા હતા. આખરે આ મામલે નજીકના ડભોઇ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.

વધુ તપાસ હાથ ધરી

ડભોઇ પોલીસે મામલાની અકસ્માતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ મામલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ ગોકળભાઇને સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : જમીનનો સારો ભાવ મેળવવાના ચક્કરમાં પશુપાલક સલવાયા

Tags :
daughterdeniedfamilyfinalgogrannySTEPtaketoVadodarawildishwith
Next Article