લોકોની વચ્ચે જાવ, સરકારની યોજનાઓ અને નિર્ણયો જણાવો, બજેટ સત્ર પહેલા PM મોદીનો મંત્રીઓને નિર્દેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારના તમામ મંત્રીઓને સરકારના નિર્ણયો વિશે સામાન્ય લોકોને સાચી માહિતી પહોંચાડવા સૂચના આપી છે, એવા નિર્ણયો જે સાહસિક હતા , અને કોઇપણ પ્રકારના ભેદભાવ વગર લેવામાં આવ્યા તેવા નિર્ણયોની વાત પીએમ મોદીએ કરી. સંસદના બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ પોતાના તમામ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. કલમ 370 નાબૂદ કરવા અને રામ મંદિર વિવાદના શાંતિપૂર્ણ નિરાકરણ જેવા મુદ્દાઓàª
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારના તમામ મંત્રીઓને સરકારના નિર્ણયો વિશે સામાન્ય લોકોને સાચી માહિતી પહોંચાડવા સૂચના આપી છે, એવા નિર્ણયો જે સાહસિક હતા , અને કોઇપણ પ્રકારના ભેદભાવ વગર લેવામાં આવ્યા તેવા નિર્ણયોની વાત પીએમ મોદીએ કરી. સંસદના બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ પોતાના તમામ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. કલમ 370 નાબૂદ કરવા અને રામ મંદિર વિવાદના શાંતિપૂર્ણ નિરાકરણ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરતા પીએમએ નિર્દેશ આપ્યો કે આ નિર્ણયો સામાન્ય લોકો વચ્ચે લાવવામાં આવે
સમાજનો કોઈ પણ વ્યક્તિ કે વર્ગ વિકાસના પ્રવાહથી અછૂત ન રહે
સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે સરકારે જાતિ, ધર્મ અને મતબેંકને ધ્યાનમાં લીધા વિના એવા નિર્ણયો લીધા, જેમાં કોઈપણ ભેદભાવ વિના તમામ ધર્મો અને વર્ગોને ફાયદો થયો. મંત્રીઓને સંબોધતા પીએમએ કહ્યું કે અંત્યોદયની પરિકલ્પનાને સાકાર કરતી વખતે સરકારે પ્રયાસ કર્યો છે કે સમાજનો કોઈ પણ વ્યક્તિ કે વર્ગ વિકાસના પ્રવાહથી અછૂત ન રહે.
આગામી 25 વર્ષમાં દેશની પ્રગતિ માટે દરેકે સખત મહેનત કરવાની જરૂર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર મંચો પર ઘણીવાર કહ્યું છે કે તેમની સરકારે કોઈપણ ભેદભાવ વિના સરકારની કલ્યાણકારી યોજનાઓને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. પછી તે ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ સિલિન્ડર હોય કે પછી પ્રધાનમંત્રી આવાસ યોજના. બેઠકમાં પીએમએ કહ્યું કે આગામી 25 વર્ષમાં દેશની પ્રગતિ માટે દરેકે સખત મહેનત કરવાની જરૂર છે.
તમામ મંત્રીઓએ સોશિયલ મીડિયા પર સક્રિયતા વધારવી જોઈએ
સૂત્રોના જણાવ્યા અનુસાર,મીટિંગ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક મંત્રીઓની નિષ્ક્રિયતાને કારણે વડાપ્રધાન પણ થોડા નારાજ દેખાયા. તેમણે કહ્યું કે કેટલાક મંત્રીઓનું ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પણ નથી. મોદીએ કહ્યું હતું કે, સરકારનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયા સૌથી મોટું વાહક બની શકે છે, ખાસ કરીને યુવાનો, કારણ કે યુવા હંમેશા મોબાઈલ સાથે જોડાયેલા રહે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement