Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MSU ના VC પર સિનિયર ધારાસભ્ય બરાબરના ગિન્નાયા

VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના 200 વિદ્યાર્થીઓ સામે ગતરોજ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે ફરિયાદી યુનિવર્સિટીના વિજીલન્સ ઓફીસર સુદર્શન વાળા બન્યા છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ વખત આટલી...
vadodara   msu ના vc પર સિનિયર ધારાસભ્ય બરાબરના ગિન્નાયા

VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના 200 વિદ્યાર્થીઓ સામે ગતરોજ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે ફરિયાદી યુનિવર્સિટીના વિજીલન્સ ઓફીસર સુદર્શન વાળા બન્યા છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર ફરિયાદ નોંધાઇ હોવાની આ પ્રથમ ઘટના છે. ત્યારે ફરિયાદ બાદ વિદ્યાર્થીઓ વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને મળ્યા હતા. દરમિયાન યોગેશ પટેલે 5 વખત વીસીનો ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રસાય કરતા થઇ શક્યો ન્હતો. યોગેશ પટેલે મીડિયાને કહ્યું કે, વીસીએ વિદ્યાર્થીઓ જોડે પિતાતુલ્ત વ્યવહાર રાખવો જોઇએ. આ મારા જ બાળકો છે. તેને બદલે વીસી મનસ્વી રીતે નિર્ણયો કરે છે. અને શૈક્ષણિક સંસ્થા તેની બાપીકીની માલિકી હોય તેવું સમજે છે.

Advertisement

સંસ્થા બાપીકી માલિકીની હોય તેવું સમજે છે

વડોદરામાં ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL) જણાવે છે કે, સાંજે મારી પાસે યુનિ.ના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, 200 વિદ્યાર્થીઓ પર ફરિયાદ કરી છે. તે બાબતે મેં વીસીને ફોન કર્યો, 4 - 5 વખત ફોન કર્યો, પરંતુ તેણે મારો ફોન ઉઠાવ્યો ન્હતો. મારૂ માનવું છે કે, આ શૈક્ષણિક સંસ્થા છે. તેમાં વીસીએ વિદ્યાર્થીઓ જોડે પિતાતુલ્ત વ્યવહાર રાખવો જોઇએ. આ મારા જ બાળકો છે. તેને બદલે વીસી મનસ્વી રીતે નિર્ણયો કરે છે. અને શૈક્ષણિક સંસ્થા તેની બાપીકીની માલિકી હોય તેવું સમજે છે. વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ તેમના સંતાનો જેવા વિદ્યાર્થીઓ સામે જે ફોજદારી કેસ નોંધાવ્યો છે, તેની સખત શબ્દોમાં નિંદા કરૂં છું.

અમુક અધિકારીઓ ભેગા થઇ ગયા છે

વધુમાં તેમણે જણાવ્યું કે, આ આપખુદ શાહી ભર્યા નિર્ણયનો મારી જેમ તમામ વિરોધ કરી રહ્યા છે. અત્યારે યુનિવર્સિટીમાં આંદોલનો ચાલી રહ્યા છે, વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હોય ત્યારે આવો વિરોધ કરવો તેનો નાગરીકો ચલાવી નહી લે, અને તેવો વિરોધ કરશે. આ વિજય શ્રીવાસ્તવની કારમી હાર હું જોઇ રહ્યો છું. છેલ્લા મહિનાથી હું જોઉં છું, જેવી રીતે 5 હજાર જર્જરિત મકાનોને નોટીસ આપીને તોડી પાડવાનો પ્લાન હતો, તેવી રીતે વીસીએ આ પ્લાન કર્યો છે. અમુક અધિકારીઓ ભેગા થઇ ગયા છે. આવા નિર્ણયો કરીને શહેરની શાંતિ જોખમાય તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. હું આને વખોડું છું, સરકાર પણ નજર રાખે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પર ફરિયાદની આ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી ફરિયાદ હશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : તાળાબંધી બાદ સ્ટ્રીટ લાઇટની ફરિયાદનો ઉકેલ આવ્યો

Advertisement
Tags :
Advertisement

.