Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારના કાર્યાલય પર MLA બરાબર ગિન્નાયા

VADODARA : વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર (VADODARA LOKSABHA CANDIDATE) ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ના મધ્યસ્થ કાર્યાલય પર સિનિયર ધારાસભ્ય ખર્ચ કરવા મામલે બરાબરના ગિન્નાયા હોવાની ઘટના સામે આવી છે. સિનિયર ધારાસભ્યએ મિટિંગમાં રીતસરનો ઉધડો લઇ લીધો હોવાનું જાણવા...
vadodara   ભાજપના લોકસભા ઉમેદવારના કાર્યાલય પર mla બરાબર ગિન્નાયા

VADODARA : વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર (VADODARA LOKSABHA CANDIDATE) ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ના મધ્યસ્થ કાર્યાલય પર સિનિયર ધારાસભ્ય ખર્ચ કરવા મામલે બરાબરના ગિન્નાયા હોવાની ઘટના સામે આવી છે. સિનિયર ધારાસભ્યએ મિટિંગમાં રીતસરનો ઉધડો લઇ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણીમાં આગેવાનોની સાથે સતત રહેતા કાર્યકર્તાઓ માટે ભોજનના ખર્ચમાં કંજુસાઇ કરવામાં આવતા ધારાસભ્ય બગડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

યોગેશ પટેલ બગડ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CHIEF MINISTER - BHUPENDRABHAI PATEL) અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (BJP STATE PRESIDENT - C. R. PATIL) દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓને દેવદુર્લભ માનવામાં આવે છે. આ વાત બંને મોટા આગેવાનો દ્વારા અનેક વખત જાહેર મંચ પરથી પણ કહેવામાં આવી છે. પરંતુ વડોદરામાં આ વાતથી વિપરીત એક ઘટના સામે આવી છે. વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ રહી છે. મતદાનને હવે માત્ર 6 દિવસ જ બાકી છે. ત્યારે ગતરાત્રે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ બગડ્યા હોવાનું સામે આવ્યું છે.

મતદાનને આડે 6 દિવસ બાકી

સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરાત્રે મધ્યસ્થ કાર્યાલય ખાતે મિટિંગ મળી હતી. જેમાં સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્ય પણ હાજર હતા. તેવામાં વડોદરાની માંજલપુર બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સાફ શબ્દોમાં કહી દેવાયું કે., આ વખતની ચૂંટણી સૌથી નિરસ છે. કાર્યકર્તાઓ પાછળ તેમજ અન્ય કોઇ ખર્ચ કરવામાં આવતા નથી. મતદાનને આડે 6 દિવસ બાકી છે ત્યારે કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવું જોઇએ.

Advertisement

ખર્ચો કરવા તૈયાર છીએ

વધુમાં યોગેશ પટેલે કહ્યું કે, કાર્યકર્તાઓ માટે ચ્હા,નાસતો જમવાનો ખર્ચ તો કરવો જ જોઈએ, હેમાંગ જોષીને યોગેશ પટેલે પૂછ્યું કે જો સંગઠન ખર્ચ ન કરે તો તમે ખર્ચો કરશો ??, આખરમાં યોગેશ પટેલે કડક શબ્દોમાં કહી સંભળાવ્યું કે, તમે ખર્ચો કરી શકો એમ ન હોય તો કહો અમે ધારાસભ્યો ખર્ચો કરવા તૈયાર છીએ. યોગેશ પટેલે સતત 20 મિનિટ સુધી કાર્યકર્તાઓની તરફેણ કરી હતી. જેને લઇને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફેલાઇ હતી. તો બીજી તરફ એક તબક્કે કાર્યાલય પર સન્નાટો છવાયો હતો. સિનિયર ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી ટકોર બાદ શું બદલાવ આવે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : સોખડાના હરિપ્રબોધમ જૂથની વિદેશમાં જીત

Advertisement

Tags :
Advertisement

.