Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પક્ષાંતર પરિપક્વ લોકશાહીનું દૂષણ કે પછી ભૂષણ?

લોકશાહીમાં પક્ષ બદલવો એ નવી વાત નથી પણ એક જમાનામાં પક્ષની વિચારધારાને સ્વીકારીને કોઇપણ રાજકીય પક્ષ પસંદ કરનારા નેતાઓ પૂરી નિષ્ઠા સાથે પોતે પસંદ કરેલી વિચારધારા અને એ વિચારધારા સાથે ચાલતા પક્ષની સંપૂર્ણ વફાદાર રહેતા હતા. કેટલાક અપવાદોને બાદ કરતા 1960 પહેલાનો સમયગાળો અને એ સમય,  એ સમયના રાજકીય પક્ષોના સમીકરણોનું સંશોધન કરીએ તો પક્ષ બદલનારા નેતાઓના નામ આપણને મળવા મુશ્કેલ બને.આઝાદ
પક્ષાંતર પરિપક્વ લોકશાહીનું દૂષણ કે પછી ભૂષણ
Advertisement
લોકશાહીમાં પક્ષ બદલવો એ નવી વાત નથી પણ એક જમાનામાં પક્ષની વિચારધારાને સ્વીકારીને કોઇપણ રાજકીય પક્ષ પસંદ કરનારા નેતાઓ પૂરી નિષ્ઠા સાથે પોતે પસંદ કરેલી વિચારધારા અને એ વિચારધારા સાથે ચાલતા પક્ષની સંપૂર્ણ વફાદાર રહેતા હતા. કેટલાક અપવાદોને બાદ કરતા 1960 પહેલાનો સમયગાળો અને એ સમય,  એ સમયના રાજકીય પક્ષોના સમીકરણોનું સંશોધન કરીએ તો પક્ષ બદલનારા નેતાઓના નામ આપણને મળવા મુશ્કેલ બને.
આઝાદી પછી કોંગ્રેસ પક્ષ લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલું. આપણે માની લઈએ કે કોંગ્રેસ સત્તા ઉપર રહી એટલા માટે કોંગ્રેસની વિચારધારામાં માનનારા કોંગ્રેસીઓ પોતાનો પક્ષ છોડવાનું વિચારતા નહોતા. પણ આપણે સાથે સાથે એ પણ સ્વીકારવું પડે કે એ વખતના નાના કે મોટા રાષ્ટ્રીય કે પ્રાદેશિક જે કોઈ પક્ષો રાજકારણમાં સક્રિય હતા અને એ પક્ષોમાં જેમણે એની વિચારધારાને સ્વીકારીને પ્રવેશ લીધો હતો તેમાંના મોટાભાગના મૃત્યુપર્યંત પોતાના પક્ષને વફાદાર રહ્યા હતા. લાંબા વર્ષો સુધી સત્તાની નજીક જવાની કોઈ શક્યતા ન હોવા છતાં આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ  બિહારી કે નાયબ પ્રધાનમંત્રી બનેલા લાલકૃષ્ણ અડવાણી કે પછી સ્વતંત્ર પક્ષના પીલુ મોદી કે એમના પછી ગુજરાતમાં સ્વતંત્ર પક્ષનો હવાલો સંભાળતા ભાઈલાલભાઈ પટેલ, સમાજવાદી પક્ષના સ્વર્ગસ્થ ચંદ્રશેખર કે પ્રજા સમાજવાદી પક્ષના અનેક નેતાઓ. આપણે આ યાદી ઘણી લંબાવી શકીએ એમ છીએ. પણ આ અને આવા અનેક નેતાઓ જીવન પર્યંત પોતાના પક્ષને અને પોતાના પક્ષની વિચારધારાને વળગી રહ્યા હતા કારણકે તેઓ વિચારધારાને સમર્પિત હતા અને રાજકીય સત્તા મેળવવા માટે કોઈપણ સમાધાન કરવાનો વિચાર કરવો એ એ જમાનામાં કદાચ બહુ ઓછા લોકો વિચારતા હતા.
1960 અને એ પછીના વર્ષોમાં રાજકીય જીવનશૈલીમાં પરિવર્તનનો આવવાની શરૂઆત થઇ એના કારણો  રાજકીય વિશ્લેષકો ચર્ચા કરશે  પણ પછીના 70 કે 80ના દાયકામાં નાના-મોટા પક્ષાંતર ઓના પ્રયોગો અને પ્રયાસો રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ થતા જોયા છે. આવી પરિસ્થિતિ પેદા થતી અટકાવવાના શુભ ઉદ્દેશથી પક્ષાંતર વિરોધી કાયદો પણ અમલમાં લાવવામાં આવ્યો.
અલબત્ત આટલા બધા લોકશાહી પરંપરાના વર્ષોના અનુભવો પછી આપણા મુઠ્ઠીભર રાજકીય નેતાઓ પક્ષપલટો કરવામાં, ગુલાટ મારવામાં એટલા બધા હોશિયાર થઈ ગયા હતા કે પક્ષાંતર વિરોધી કાયદાની છટકબારીઓ ખોલીને તેઓ પોતાના અંગત લાભ માટે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનું પસંદ કરતા હતા. આપણે કોઈ વ્યક્તિવિશેષનું નામ ન દઇએ તો પણ આપણે ત્યાં દેશમાં અને પ્રદેશમાં હવે તો એવા કેટલાક રાજકીય નેતાઓના નામો આંગળીના વેઢે ગણી શકાય એટલા તો છે કે જેમણે એક કરતા વધારે વખત પક્ષ પલટો કર્યો હોય. શું આ રાજકીય નેતાઓની પોતાની કોઈ અંગત વિચારધારામાંની શ્રદ્ધાનો અભાવ બતાવે છે કે પછી એમની પોતાની કોઈ અંગત વિચારધારા છે જ નહીં? કે પછી તેઓ એકમાત્ર સત્તાનું લક્ષ્ય રાખીને રાજકારણમાં પ્રવેશ્યા છે?
આમ જોવા જઈએ તો સમગ્ર દુનિયામાં ભારતની લોકશાહી એક પરિપક્વ લોકશાહી ગણાય છે. જેનું આપણને ગૌરવ છે. અનેક જગ્યા વાતોમાંથી પણ આપણે આપણી લોકશાહી પ્રણાલીને બચાવીને આજે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ આ એક જ બાબત આપણી પરિપક્વ લોકશાહીની જીવતી જાગતી મિસાલ છે.
આજકાલ છાશવારે પક્ષ પલટો કરનારાઓના નામો વર્તમાન પત્રોમાં છપાય છે. વીજાણુ માધ્યમોમાં તેઓ પોતે સંપૂર્ણ નિર્લજ્જ કે નફફટ થઇને પક્ષ પલટો કરવાના એવા ક્ષુલ્લક કારણો પ્રજા સામે મૂકે છે કે જે સાંભળીને સામાન્ય માણસની સમજને પણ માનવાનું મન ન થાય. વળી ચૂંટણીઓ આવે ત્યારે આ રોગ વકરે છે અને રાજકારણની ધંધો સમજીને જે લોકો રાજકારણમાં કોઈ પણ એક પક્ષની કંઠી પહેરીને ધારાસભ્ય બને કે પછી લોકસભાના સભ્ય બને અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એમને પોતાનો અંગત સ્વાર્થ અથવા તો સત્તા ભૂખને કારણે પોતે જે પક્ષમાં છે એ પક્ષના અનેક દૂષણો એકદમ દેખાવા માંડે છે અને પછી તેઓ ક્ષિતિજ ઉપર દેખાતા કોઈ આંખે તે પક્ષના વિજયના સંકેતોને પોતાની રીતે ઉકેલીને તે પક્ષમાં કૂદકો મારે છે.
 આ પ્રક્રિયા કોઈ એક ચોક્કસ પક્ષની નથી પણ લગભગ બધા જ પક્ષોમાં  હવે વધતે-ઓછે અંશે આ દૂષણ જોવા મળે છે. આપણે જ્યારે પરિપક્વ લોકશાહીની વાત કરી રહ્યા છીએ ત્યારે રાજકીય પક્ષોની  કદાચ હવે એ સીધી જવાબદારી બને છે કે પક્ષ પલટો કરીને કોઈપણ વ્યક્તિ આ કે તે પક્ષમાં જાય તો તેણે તેના વજૂદવાળા કારણો ન હોય તો તેને સખતમાં શિક્ષા થવી જોઈએ. એટલું જ નહીં બધા જ રાજકીય પક્ષોએ લોકશાહીની ભવ્ય પરંપરામાં શ્રદ્ધા વ્યક્ત કરતા પોતાની રીતે પોતાના પક્ષ માટે એવી આદર્શ આચાર સંહિતાનું નિર્માણ કરવું જોઈએ કે સહેલાઈથી કોઇને પણ પોતાના પક્ષમાં દાખલ થવાનું સહેલું ન બને.
જે વ્યક્તિ પક્ષપલટો કરે તેને ઓછામાં ઓછા દસ વર્ષ સુધી કોઇ પણ ચૂંટણીમાં ઊભા રહેવાનું ધારાસભ્ય કે લોકસભાના સભ્ય બનવાનો કે પછી મંત્રી બનવાનું અધિકાર ગુમાવવો પડે એવી કોઈક અંકુશ મૂકે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો સમય પણ હવે પાકી ગયો છે.
Tags :
Advertisement

Related News

featured-img
video

Mehsana : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કડીમાં નવી મેડિકલ કોલેજ, હોસ્પિટલનું ભૂમિપૂજન

featured-img
video

Arvalli માં ખાખી વર્દીને શર્મસાર કરતા દ્રશ્યો, આવા Police કર્મી ખાખી વર્દી પર ડાઘ લગાવે છે!

featured-img
video

Ahmedabad: Palladium Mall બહાર સરાજાહેર આતંકના દ્રશ્યો, અસામાજિક તત્વોમાં ખાખીનો કોઈ ખૌફ નથી?

featured-img
video

Asharam Case ના સાક્ષી અમૃત પ્રજાપતિની થઈ હતી હત્યા, શું હતી તેની ભૂમિકા?

featured-img
video

Surat Crime: ફરી એકવાર શંકાએ એક પરિવાર કર્યો વેરવિખેર, પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિની ધરપકડ!

featured-img
video

Sabarkantha : ગોપાલ કંપનીનાં ગાંઠિયાનાં પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી

×

Live Tv

Trending News

.

×