Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : "10 વર્ષની મજૂરી બાદ 5 મીનીટમાં દુર કર્યો, આ છે નવું ભાજપ"

VADODARA : વડોદરા (VADODARA BJP INTERNAL POLITICS) ના વહીવટી વોર્ડ નં - 3 ના ભાજપ સંગઠનના શહેર યુવા મોરચા કારોબારી સભ્ય આકાશ પટેલને કાઢી મુકવામાં આવ્યો હોવાની સોશિયલ મીડિયા પોસ્ટ તેઓએ મુકી છે. આકાશ પટેલ રોષ વ્યક્ત કરતા લખે છે...
01:00 PM May 20, 2024 IST | PARTH PANDYA
BJP WORKER : REPRESENTATIVE IMAGE

VADODARA : વડોદરા (VADODARA BJP INTERNAL POLITICS) ના વહીવટી વોર્ડ નં - 3 ના ભાજપ સંગઠનના શહેર યુવા મોરચા કારોબારી સભ્ય આકાશ પટેલને કાઢી મુકવામાં આવ્યો હોવાની સોશિયલ મીડિયા પોસ્ટ તેઓએ મુકી છે. આકાશ પટેલ રોષ વ્યક્ત કરતા લખે છે કે, 10 વર્ષ થયા મજુરી કામ કરતા એ પણ નિસ્વાર્થ, બીજેપી વડોદરા કંપની (સંગઠન) એ એના ડાયરેક્ટર અને સીઇઓ અને બોર્ડ ઓફ મેમ્બરએ 5 મીનીટમાં તમામ ગ્રુપમાંથી દુર કરી દીધો અને જવાબદારીમાંથી પણ. અન્ય પોસ્ટમાં તેઓ લખે છે કે, કોંગ્રેસના સભ્યોનું સ્વાગત કરે છે, અને બીજેપીના સભ્યોને બહાર કાઢે છે, આ છે નવું ભારત સાથે નવું ભાજપ.

સંગઠનની નીતી-રિતીને લઇને અવાજ ઉઠાવ્યો હતો

વડોદરા ભાજપ સંગઠનમાં બધુ બરાબર નહિ ચાલતું હોવાનું ફરી એક વખત સામે આવ્યું છે. અગાઉ ચૂંટાયેલા પ્રતિનીધીઓ અને સંગઠન વચ્ચે અણબનાવની ઘટનાઓ સામે આવી ચુકી છે. ચૂંટણી પૂર્ણ થાયા બાદથી એકલ દોકલ ઘટનાઓ સામે આવતી રહે છે. તેનો આજદિન સુધી અંત નહિ આવ્યો હોવાની પ્રતિતિ કરાવતી ઘટના સામે આવી છે. વડોદરાના વહીવટી વોર્ડ નં - 3 ના યુવા મોરચા કારોબારી સભ્ય આકાશ પટેલ દ્વારા તાજેતરમાં સંગઠનની નીતી-રિતીને લઇને અવાજ ઉઠાવ્યો હતો. અને અનેક મુદ્દે અણિયારા સવાલો કર્યા હતા. આ ઘટના બાદ તેઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કંપની તરીકે ચાલતું હોવાનો આડકતરો ઇશારો

વિતેલા 12 કલાકથી વધુ સમયમાં આકાશ પટેલ દ્વારા શ્રેણીબદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે. તેમાં તેમણે લખેલા શબ્દો પરથતી તેઓને બળાપો ખુલીને સામે આવવા પામ્યો છે. તેમણે વડોદરાના સંગઠનને એક કંપની તરીકે ચલાવવામાં આવતું હોય તેવો આડકતરો ઇશારો કર્યો છે.

કોંગ્રેસ મુક્ત બીજેપી

આકાશ પટેલ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખે છે કે, કોંગ્રેસના સભ્યોનું સ્વાગર કરે છે અને બીજેપીના સભ્યોને બહાર કાઢે છે. આ છે નવું ભારત સાથે નવુ ભાજપ. અન્ય પોસ્ટમાં લખે છે કે, 10 વર્ષ થયા મજુરી કામ કરતા એ પણ નિસ્વાર્થ, બીજેપી વડોદરા કંપની (સંગઠન) એ એના ડાયરેક્ટર અને સીઇઓ અને બોર્ડ ઓફ મેમ્બરએ 5 મીનીટમાં તમામ ગ્રુપમાંથી દુર કરી દીધો અને જવાબદારીમાંથી પણ. અન્ય એક પોસ્ટમાં લખે છે કે, કોંગ્રેસ મુક્ત ભારત સાથે કોંગ્રેસ મુક્ત બીજેપી પણ બનશે ત્યારે ભારત વિશ્વગુરૂ બનશે.

ઉચ્ચકક્ષાએ રજૂઆત થશે

આ અંગે આકાશ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, મારે આ અંગે કંઇ ખાસ નથી કહેવું. મારી લાગણી જે મેં સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી તે પ્રમાણે જ છે. એટલું ચોક્કસ કહીશ કે આવનાર સમયમાં આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત થશે.

આ પણ વાંચો -- VADODARA : “અમારે જુનુ મીટર જોઇએ”, વિજ કચેરીએ હલ્લાબોલ

Tags :
AllegationBJPinternalpartyPoliticsraiseseriousVadodarawhistleblowerworker
Next Article