Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : PI સાહેબ, મમ્મી ફોન ઉપાડતી નથી, તપાસ કરો

VADODARA : વડોદરા (VADODARA) ના અટલાદરામાં પતિ સાથે રહેતી માતાને અવાર નવાર ત્રાસ આપવામાં આવતો હોવાનું તેમના સંતાનોને જણાવતા હતા. હાલમાં રહેતા પતિ સાથે છુટાછેડાનો કેસ બે મહિના પહેલા જ મુક્યો હતો. જેમાં તેણે રૂ.5 - 5 લાખના બે ચેક...
vadodara   pi સાહેબ  મમ્મી ફોન ઉપાડતી નથી  તપાસ કરો

VADODARA : વડોદરા (VADODARA) ના અટલાદરામાં પતિ સાથે રહેતી માતાને અવાર નવાર ત્રાસ આપવામાં આવતો હોવાનું તેમના સંતાનોને જણાવતા હતા. હાલમાં રહેતા પતિ સાથે છુટાછેડાનો કેસ બે મહિના પહેલા જ મુક્યો હતો. જેમાં તેણે રૂ.5 - 5 લાખના બે ચેક આપ્યા હતા. જેની ચુકવણી ન કરવી પડે તે પહેલા જ પતિએ ઘરમાં પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. આખરે સમગ્ર મામલે અટલાદરા પોલીસ મથક (ATLADRA POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લીધો છે.

Advertisement

કેતન ઝઘડો કરતો

અટલાદરા પોલીસ મથકમાં પિનલભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેના માતા ભવ્યતાબેન તેમના પિયરમાં વાંકાનેર ગામ રહેતા હતા. છુટાછેડા બાદ તેઓએ કેતનભાઇ પ્રવિણભાઇ પટેલ (નાકરાણી) (રહે. પમર એવન્યુ, બીલ, વડોદરા) સાથે લગ્ન કર્યા હતા. અને અલગ અલગ જગ્યાઓએ રહેતા હતા. દરમિયાન માતા સાથે વાત થતી રહેતી હતી. તાજેતરમાં મમ્મીએ જણાવ્યું હતું કે, પૈસા અને સોનાના ઘરેણા બાબતે કેતન તેમની જોડે ઝઘડો કરતો હતો. માતા ફોન પર રડતા રડતા પોતાની વ્યથા વ્યક્ત કરતી હતી.

કોઇ કામધંધો નથી કરતો

દોઢ વર્ષ પહેલા માતા ભવ્યતાએ જણાવ્યું કે, પતિ કેતન પૈસા તથા અન્ય બાબતે ઝઘડા કરે છે. માર મારે છે. પાંચ મહિનાથી માતા જ્યારે ફોન કરે ત્યારે જણાવતી કે, પતિ કોઇ કામધંધો નથી કરતો. અને પૈસાની માંગણી કરે છે. પૈસા ન આપું તો જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. છેલ્લા બે મહિનાથી માતાએ છુટાછેડાનો કેસ મુક્યો હતો.

Advertisement

સંપર્ક થઇ શક્યો ન્હતો

દરમિયાન મે , 2024 ના રોજ પતિએ પાંચ-પાંચ લાખના બે ચેક આપ્યા હતા. 28, મે ના રોજ સવારે માતા સાથે વાત થઇ હતી. તેમણે કહ્યું કે, કેતન છુટાછેડાને લઇને ઝઘડો કરે છે. ત્યાર બાદ આ જ વાત માતાએ તેમના બહેનને કરી હતી. જે બાદ માતા ભવ્યતાબેનનો સંપર્ક કરતા થઇ શક્યો ન્હતો. 30, મે ના રોજ તેમણે અટલાદરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે. ગુર્જરનો સંપર્ક કર્યો હતો. અને રાત્રે ફોન કરી કહ્યું કે, મારી મમ્મી બે દિવસથી ફોન ઉપાડતી નથી. ત્યાં જઇને તપાસ કરો. બાદમાં ઘરનું તાળુ કાપીને અંદર જોતે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

આરોપીને દબોચી લીધો

કુલ રૂ. 10 લાખના ચેકના નાણાં નહી આપવના પડે તે માટે કેતન પટેલ (નાકરાણી) એ ભવ્યતાબેનની હત્યા કરતા અટલાદરા પોલીસ મથકમાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીને દબોચી લીધો છે. અને ગતરોજ તેને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સગીરા પર દુષ્કર્મના આરોપી સંત પર ગાળિયો કસાયો

Tags :
Advertisement

.