ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TRP Game Zone : હરણી બોટકાંડમાં 11, તક્ષશિલાનાં 14 આરોપી જેલમાંથી બહાર, ઝૂલતા પુલ કાંડમાં પણ ન્યાયની આશા

રાજકોટમાં (Rajkot) TRP ગેમઝોન (TRP Game Zone) અગ્નિકાંડમાં માસૂમ ભૂલકાંઓ સહિત કુલ 33 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. આ હત્યાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં આરોપીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારે પણ આ હત્યાકાંડ માટે જવાબદાર લોકો સામે કડક...
07:44 PM May 26, 2024 IST | Vipul Sen

રાજકોટમાં (Rajkot) TRP ગેમઝોન (TRP Game Zone) અગ્નિકાંડમાં માસૂમ ભૂલકાંઓ સહિત કુલ 33 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. આ હત્યાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં આરોપીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારે પણ આ હત્યાકાંડ માટે જવાબદાર લોકો સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. પરંતુ, સવાલ એ થાય છે કે શું 33 લોકોના મોત માટે જવાબદાર લોકોને સજા થશે અને થશે તો ક્યારે થશે ? કે પછી આ હત્યાકાંડમાં પણ અગાઉના મોરબી ઝૂલતા પુલ, હરણી લેક અને સુરતના તક્ષશીલા કાંડ જેવી જ ધીમી ગતિની તપાસ થશે.

હરણી લેક હત્યાકાંડમાં 11 આરોપીઓ જેલમાંથી બહાર

જણાવી દઈએ કે, વડોદરાના (Vadodara) હરણી બોટકાંડમાં (Harani boat kand) 21 આરોપીઓમાંથી હાલ માત્ર 6 આરોપીઓ જ જેલમાં છે. 7 તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું અને 10 તારીખે હરણી હત્યાકાંડના 11 આરોપીઓ બહાર આવી ગયા. જે 6 આરોપી જેલમાં છે તેમાં પરેશ રમણલાલ શાહ (Paresh Ramanlal Shah), નિલેશ કાંતિલાલ જૈન, શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી (Shantilal Ishwarbhai Solank), અંકિત મહેશભાઈ વસાવા અને નયન પ્રવીણભાઈ ગોહિલ સામેલ છે.

તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝુલતા પૂલના પીડિતોના હજી પણ ન્યાય માટે વલખાં

સુરતના (Surat) તક્ષશિલા અગ્નિકાંડની (Takshila Fire Kand) વાત કરીએ તો આ હત્યાકાંડને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. જો કે, તેમ છતાં પણ આ કાંડ માટે જવાબદાર આરોપીઓનો વાળ પણ વાંકો નથી થયો. કારણ કે, આ કેસના 14 આરોપી જામીન પર જેલમાંથી બહાર આવી ચૂક્યા છે. આ કેસમાં હાલ પણ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધી 3 જજ બદલાઈ ગયા છે. જો કે, 22 માસૂમ બાળકો ગુમાવનારા માવતરને આજે પણ આશા છે કે આપણું ન્યાયતંત્ર તેમની સાથે ન્યાય કરશે. મોરબીની (Morbi) વાત કરીએ તો ઝૂલતો પુલ તૂટી જતાં 135 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ હત્યાકાંડમાં પણ હજી સુધી આરોપીઓને સજા ફટકારવામાં આવી નથી અને ન્યાયિક કાર્યવાહી હાલ પણ ચાલી રહી છે. ત્યારે સવાલ થયા છે કે...

. રાજકોટ હત્યાકાંડમાં પણ શું હરણી, મોરબી અને તક્ષશિલા હત્યાકાંડની જેમ જ કાર્યવાહી થશે ?

. પીડિતોને ન્યાય માટે વર્ષો સુધી રાહ જોવી પડશે ?

. ન્યાયિક પ્રક્રિયા કાચબાની જેમ જ ચાલશે ?

. કે પછી આરોપીઓને કડક સજા કરી પીડિતો સાથે ઝડપી ન્યાય આપવામાં આવશે ?

 

આ પણ વાંચો - Rajkot Game zone અગ્નિકાંડમાં ભાજપના બે ઉચ્ચ નેતાઓની સાંઠગાંઠ! દિલ્હી સુધી થઇ ફરિયાદ…

આ પણ વાંચો - TRP GameZone Tragedy : મળો 18 વર્ષના બહાદુર યુવકને, જેણે 6 ભૂલકાંઓને ભૂંજાતા બચાવ્યા

આ પણ વાંચો - TRP GameZone : પોલીસની કામગીરી ગુજરાત ફર્સ્ટે કરી, ગેમઝોનની ઓફિસમાંથી બિયરની પેટીઓ મળી

Tags :
CP Zone-1GameZone KGujarat FirstGujarati NewsHarani boat kandmorbiMorbi BridgeParesh Ramanlal ShahRAJKOTrajkot policeRajkot TRP GameZoneShantilal Ishwarbhai SolankiSITSuratTakshila Fire Kandtrp game zone firetrp game zone newstrp game zone ownerTRP Game Zone Tragedy
Next Article