Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mansukh Vasava : 'ચૈતર વસાવાથી કોઈ ફેર પાડવાનો નથી...' સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર!

લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભરૂચ (Bharuch) બેઠક પર સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચ સાંસદ મનસુખ વસાવાના (Mansukh Vasava) સમર્થનમાં ડેડીયાપાડા ખાતે કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું...
mansukh vasava    ચૈતર વસાવાથી કોઈ ફેર પાડવાનો નથી     સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર

લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભરૂચ (Bharuch) બેઠક પર સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચ સાંસદ મનસુખ વસાવાના (Mansukh Vasava) સમર્થનમાં ડેડીયાપાડા ખાતે કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, ચિક્કાર જનમેદની વચ્ચે આ સંમેલનમાં BTP ના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ BJP માં સામેલ થયેલ મહેશ વસાવા (Mahesh Vasava), રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અન્ય અગ્રણી નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ AAP ના ધારાસભ્ય અને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar Vasava) પર આકરા પ્રહાર કર્યા હતા.

Advertisement

મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહાર

ચૈતર વસાવાથી કોઈ ફેર પાડવાનો નથી : સાંસદ મનસુખ વસાવા

લોકસભા ચૂંટણી પ્રચારને લઈ ડેડીયાપાડા (Dediyapada) ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાના (Mansukh Vasava) સમર્થનમાં કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BTP ના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ BJP માં સામેલ થયેલ મહેશ વસાવા, રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradeep Singh Jadeja) સહિત અન્ય અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. દરમિયાન, ભરૂચ સંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા (Chaitar Vasava) પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવાથી કોઈ ફેર પાડવાનો નથી. મનસુખ વસાવાએ આરોપ લગાવતા કહ્યું કે, ચૈતર વસાવાએ પ્રજાને ભરમાવી વિધાનસભા બેઠક જીતી હતી.

Advertisement

'મને AAP નો જરાય ડર નથી'

મનસુખ વસાવાએ કહ્યું કે, આજે મારે એટલે બોલવું પડ્યું કે ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. મને આમ આદમી પાર્ટીનો (AAP) જરાય ડર નથી. એ ઉમેદવાર થઈને મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. પણ મને કોઈ ફેર નહિ પડે. ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટમાં નર્મદામાં (Narmada) પ્રવેશ અંગે અરજી કરી તે અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, હું પણ ઇચ્છું છું કે તેમના તમામ કેસ પૂર્ણ થઈ જાય અને આખા વિધાનસભામાં ફરી પ્રચાર કરે. તેમણે કહ્યું કે, અમે આ વખતે 5 લાખ કરતા વધુ મતોથી જીતીશું અને AAP ના સુપડા સાફ થઈ જશે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : બાહુબલી મધુ શ્રીવાસ્તવની ધારાસભ્ય અને સાંસદ બંને ચૂંટણી લડવાની તૈયારી, જાણો કોને ટેકો આપશે

આ પણ વાંચો - Radhanpur Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનાં ગઢમાં મોટું ગાબડું!

આ પણ વાંચો -  Gujarat lokSabha Eleciton : તારીખોની જાહેરાત બાદ નેતાઓનો હુંકાર, કર્યાં આ દાવા, ગેનીબેન ઠાકોરનો અલગ અંદાજ

Tags :
Advertisement

.