Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેશ વસાવાએ ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા અરજી કરી, જાણો સમગ્ર મામલો

ભરૂચ (Bharuch)જિલ્લાની ઝઘડિયા (Jhagadia)બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ જામે તે પહેલા બીટીપીના ઉમેદવાર મહેશ વસાવા એ ભાજપના ઉમેદવાર (BJP candidate) રિતેશ વસાવાએ (Ritesh Vasava)બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હોય અને તેઓ ખ્રિશ્ચન હોવાના પુરાવા રજૂ કરી તેમનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગ સાથે લેખિત ફરિયાદ આપી છે જેના પગલે ભાજપમાં પણ ભૂકંપ સર્જાયો છે  ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે તો આ બેઠક ઉપર ડàª
મહેશ વસાવાએ ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા અરજી  કરી  જાણો સમગ્ર  મામલો
ભરૂચ (Bharuch)જિલ્લાની ઝઘડિયા (Jhagadia)બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ જામે તે પહેલા બીટીપીના ઉમેદવાર મહેશ વસાવા એ ભાજપના ઉમેદવાર (BJP candidate) રિતેશ વસાવાએ (Ritesh Vasava)બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હોય અને તેઓ ખ્રિશ્ચન હોવાના પુરાવા રજૂ કરી તેમનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગ સાથે લેખિત ફરિયાદ આપી છે જેના પગલે ભાજપમાં પણ ભૂકંપ સર્જાયો છે  ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે તો આ બેઠક ઉપર ડમી ઉમેદવાર કોણ તે પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો  ૧લી ડિસેમ્બરે  યોજાશે 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૧લી ડિસેમ્બરના રોજ યોજાનાર છે સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહેલી ભરૂચ જીલ્લાની ઝઘડીયા બેઠક વારંવાર વિવાદમાં સપડાતા ફરી એક વખત ચર્ચામાં આવી છે. ઝઘડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાનું ફોર્મ રદ્દ કરવાની માંગ બીટીપીના ઉમેદવાર મહેશ વસાવા દ્વાર કરાઈ હતી. મહેશ વસાવાએ ભાજપના ઉમેદવાર પર આક્ષેપ મૂકતા તેમણે કહ્યુ કે ભાજપ ઉમેદવાર રિતેશ વસાવા આદિવાસી નથી તેથી તેઓ એસ.ટી આરક્ષિત ઝઘડિયાથી ઉમેદવારી ન કરી શકે, તેમણે રાજ્ય સરકારના ૨૦૦૨ ના પરિપત્રને ટાંકીને જણાવ્યું કે રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિઓમાંથી ધર્મ પરિવર્તન કરનાર ગુજરાતી ક્રિશ્ચનોનો આદિવાસીમાં સમાવેશ થતો નથી અને તેમનો સમાવેશ શારીરિક શિક્ષણ પછાત વર્ગની જાતિમાં થતો હોવાથી ઝઘડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાનું ઉમેદવારી પત્ર રદ્દ થવું જોઈએ. ઝઘડિયા વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીએ એક કલાક બાદ સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું હતુ. ચૂંટણી અધિકારીની અધ્યક્ષમાં જ્યારે સુનાવણી યોજવામાં આવી ત્યારે ચૂંટણી અધિકારી હુકમ કરવામાં આવ્યું હતું
ત્યારે ઝઘડિયા વિધાનસભા મતદાન વિભાગ સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માં ઉમેદવારી નોંધાવેલ રિતેશકુમાર રમણભાઈ વસવાનો ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવે છે અને મહેશભાઈ છોટુભાઈ વસાવાની વાંધા અરજી અગ્રહી રાખવામાં આવે છે તેમ જણાવ્યું હતું. જેના પગલે બીટીપીના ઉમેદવાર મહેશ વસાવા એ સમગ્ર પ્રકરણમાં કોર્ટના દ્વાર ખખડાવાની જરૂર પડશે તો હાઇકોર્ટ સુધી જવાની પણ ચીમકી આપી દીધી છે
ડેડીયાપાડાના વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવા ડેડીયાપાડા બેઠક ઉપરથી જીતી શકે તેવી આશા ન હોવાના કારણે તેઓએ પોતાના પિતા કે જેઓ સાત વર્ષથી ધારાસભ્ય તરીકે રાજ કરી રહ્યા છે તેવી સેફ બેઠક ઉપરથી મહેશ વસાવા એ ઉમેદવારી કરી પિતાનું પત્તું કાપ્યું છે અને તેમાંય હવે ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાના બોગસ સર્ટિફિકેટ હોવાના આક્ષેપ સાથે તેઓનું ફોર્મ રદ કરવામાં આવે તેવી માંગ સાથે લેખિત ફરિયાદ આપી છે ત્યારે આ બેઠક ઉપર કોનું રાજ હશે તે તો આવનારો સમય જ બતાવશે..?
Advertisement
Tags :
Advertisement

.