Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TARABH DHAM : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિવભક્તોનું ઘોડાપુર, ડોમ, ટ્રાન્સપોર્ટ, આરોગ્ય સહિતની સુવિધા ઊભી કરાઈ

મહેસાણામાં (MEHSANA) તરભધામ (TARBHA VALINATH DHAM) ખાતે ગુજરાતના બીજા સૌથી મોટા શિવમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવને લઈને લોકોમાં ભક્તિ અને આસ્થાનો અનેરો ઉત્સાહ અને ઊમંગ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો તરભધામ ખાતે પહોંચી રહ્યા...
06:11 PM Feb 18, 2024 IST | Vipul Sen

મહેસાણામાં (MEHSANA) તરભધામ (TARBHA VALINATH DHAM) ખાતે ગુજરાતના બીજા સૌથી મોટા શિવમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવને લઈને લોકોમાં ભક્તિ અને આસ્થાનો અનેરો ઉત્સાહ અને ઊમંગ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો તરભધામ ખાતે પહોંચી રહ્યા છે. 22 ફેબ્રુઆરીએ વાળીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (VALINATH MAHADEV Mandir Mahotsav) ઊજવાશે. 16 થી 22 ફેબ્રુઆરી સુધી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આજથી યજ્ઞનો પ્રારંભ

મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે (TARBHA VALINATH DHAM) બનેલા નૂતન શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો પધારી રહ્યા છે. આ અણમોલ અવસરને લઈ તરભધામ ખાતે ભક્તિ અને આસ્થાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. તરભધામ (TARABH DHAM) ખાતે આજથી યજ્ઞનો પ્રારંભ થયો છે. મહોત્સવ દરમિયાન દેવતા પૂજન અને અતિરુદ્ર હોમનું આયોજન પણ કરાયું છે. 22 ફેબ્રુઆરીએ વાળીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (VALINATH MAHADEV Mandir) ઊજવાશે. આ સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઊમટી રહ્યું છે.

વિવિધ ડોમમાં કુલ 8 હજાર પથારીની વ્યવસ્થા

તરભ ધામ (TARABH DHAM) ખાતે આવનારા ભક્તો માટે ઉતારાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બહેનો અને ભાઈઓ માટે વિવિધ ડોમમાં કુલ 8 હજાર પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં, વિશેષ રૂપે મહિલા સ્વયંમ સેવકો સેવા આપી રહ્યાં છે. માહિતી મુજબ, ભગવાન વાળીનાથ માટે વિશેષ વાઘા કચ્છના ફિલોના ગામની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. ઉતારા વ્યવસ્થામાં કચ્છમાંથી આવેલી મહિલાઓ શિવભક્તિમાં ઓતપ્રોત જોવા મળી હતી.

ઇ-રિક્ષા ટ્રાન્સપોર્ટિગની વ્યવસ્થા

તરભ વાળીનાથ ધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું છે. અહીં દર્શન માટે આવતા સાધુ-સંતો અને ચાલીના શકતા હોય તેવા લોકો માટે વાળીનાથ ધામ (VALINATH DHAM) દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં ખાસ 15 થી વધુ ઇ-રિક્ષા ટ્રાન્સપોર્ટિગની વ્યવસ્થા કરાઈ છે. હાઇવે પરના પાર્કિંગથી પ્રોગ્રામ સ્થળ સુધી વિશેષ પરિવહન સુવિધા ઊભી કરવામાં આવી છે.

ઇ-રિક્ષા ટ્રાન્સપોર્ટની સુવિધા

આરોગ્યની વિશેષ સુવિધા ઊભી કરાઈ

ઉપરાંત, આ મહોત્સવમાં આવનારા લોકોના સ્વાસ્થ્યને લઈને પણ વિશેષ સુવિધા ઊભી કરાઈ છે. તબીબો અને આરોગ્ય કર્મીઓની વિવિધ ટીમ ખડેપગે કાર્યરત છે. સાત દિવસ સુધી લોકોને નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવશે. સામાન્ય રીતે મંદિર અને ધર્મસ્થાનોમાં દાન-પુણ્યનો મહિમા હોય છે. મહેસાણાના (MEHSANA) તરભધામ ખાતે આયોજિત આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દાન-પૂણ્યની સાથે લોકો રક્તદાન (Blood Donation) કરીને અનોખી સેવામાં સહભાગી થયા છે. મહોત્સવમાં આવનાર લોકોના આરોગ્યની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

નિ:શુલ્ક આરોગ્ય સેવા

12 વિઘા જમીનમાં યજ્ઞશાળાનું આયોજન

આ મહોત્સવમાં વિવિધ 1100 જેટલા યજ્ઞ કુંડ (Yagya Kunds) તૈયાર કરાયા છે. ત્યારે આ મહાયજ્ઞમાં 2200 જેટલા યજમાનો મહાયજ્ઞની યજમાની કરશે. તેની સાથે વાળીનાથ ધામમાં 12 વિઘા જમીનમાં વિશાળ યજ્ઞશાળા (Yagnashala) તૈયાર કરવામાં આવી છે, જ્યાં પરિક્રમા પથ પણ બનાવાયો છે. યજ્ઞમાં 12 હજાર કિલો ઘી તેમ જ 1800 કિલો અબીલ-ગુલાલ અને કંકુનો ઉપયોગ કરવામાં આવનાર છે.

મહાયજ્ઞનું આયોજન

 

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ ને એક મહિનો પૂર્ણ, વ્હાલસોયા ગુમાવનારાં માતા-પિતાનાં આંસુ સુકાતાં નથી

Tags :
DevoteeGujaratGujarat FirstHospitalityMedical CampMehsanaTarabh Valinath TempleTarbha Valinath DhamVALINATH DHAMVALINATH MAHADEV Mandir MahotsavYagnashalaYagya Kunds
Next Article