Surat : વળગાડ કાઢવાના નામે ભૂવાના ઢોંગ ધતિંગનો Video વાઇરલ, ઘરે પોલીસ પહોંચી તો...
સુરતમાં (Surat) અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વળગાડ દૂર કરવાના નામે ભૂવાના ઢોંગ ધતિંગનો વીડિયો વાઇરલ (Viral Video) થતા ચકચાર મચી જવા પામી છે. આ વીડિયો સામે આવતા અમરોલી પોલીસ (Amroli Poice) ભૂવાના ઘરે પહોંચી હતી, જો કે ભૂવો ઘરને તાળું મારીને ફરાર થયો હતો. પોલીસે ભૂવાની શોધખોળ આદરી છે.
હાલ ટેકનોલોજીનો યુગ છે. આધુનિક ટેક્નોલોજીના યુગમાં પણ લોકો ભૂત પ્રેત અને બાધાના અંધવિશ્વાસમાં ઘેરાયેલા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. સુરતમાં (Surat) અંધશ્રદ્ધાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયો સુરતના અમરોલી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં વળગાડ દૂર કરવા ભૂવો મહિલાને અગરબત્તીના ધૂપ આપીને ઢોંગ ધતિંગ કરતા નજરે પડે છે. સાથે જ મહિલાને ગાળો પણ ભાંડે છે. વીડિયોમાં ભૂવાની નજીક કેટલાક અન્ય લોકો પણ બેઠા જણાય છે. આ વીડિયો સામે આવતા અમરોલી પોલીસે (Amroli Poice) કાર્યવાહી હાથ ધરી હતી અને ભૂવના ઘરે પહોંચી હતી.
અગરબત્તીના ધૂપ આપીને વળગાડ દૂર કરવાનો ભૂવાનો દાવો
પોલીસ પહોંચે તે પહેલા ભૂવો ઘરે તાળું મારી ફરાર થયો
જો કે, પોલીસ પહોંચે તે પહેલા જ ભૂવો પોતાના ઘરે તાળું મારીને ફરાર થયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ભૂવાનું નામ ઇમરાન ઉર્ફે જોલિયો હોવાનું સામે આવ્યુ છે. અગાઉ દુષ્કર્મના ગુનામાં ભૂવો પકડાઈ ચૂક્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાલ અમરોલી પોલીસ (Amroli Poice) દ્વારા ફરાર ભૂવાની શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે, બીજી તરફ આ મામલે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ આપવા તૈયાર ન હોવાનું પોલીસનું કહેવું છે.
આ પણ વાંચો - Nadiad : ચૌલક્રિયામાં વરઘોડામાં અચાનક કાર ઘૂસી, 7 મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ચાલક ફરાર
આ પણ વાંચો - fake mark sheet scam : નકલી માર્કશીટના મસમોટા કૌભાંડમાં આરોપી ગૌરાંગ પટેલ મુક્ત! વાંચો વિગત
આ પણ વાંચો - NAFED : ચૂંટણી બિન હરીફ કરાવવા સહકારી નેતાઓના પ્રયાસ