રામોલમાં તાંત્રિક વિધિના નામે મહિલાની છેડતી કરનાર ભુવાની ધરપકડ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મહિલા સાથે તાંત્રિક વિધિના નામે છેડતી કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મહિલાના પતિની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તાંત્રિકની મદદ લીધી પણ આરોપીએ મિત્રની જ પત્નીનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો જેથી રામોલ પોલીસે ગુનો નોંધી આરોપી તાંત્રિકની ધરપકડ કરી છે.રામોલ પોલીસે આ મામલે પ્રવિણસિંહ ગોરની ધરપકડ કરી છે. આરોપી પોતાને માતાજીનો ભુવો બતા
Advertisement
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મહિલા સાથે તાંત્રિક વિધિના નામે છેડતી કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મહિલાના પતિની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તાંત્રિકની મદદ લીધી પણ આરોપીએ મિત્રની જ પત્નીનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો જેથી રામોલ પોલીસે ગુનો નોંધી આરોપી તાંત્રિકની ધરપકડ કરી છે.
રામોલ પોલીસે આ મામલે પ્રવિણસિંહ ગોરની ધરપકડ કરી છે. આરોપી પોતાને માતાજીનો ભુવો બતાવે છે અને તેને ભુવાના વેશમાં દાનવ જેવું કૃત્ય કર્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલાના પતિ સ્કૂલ બસ ચલાવીને ગુજરાન ચલાવતા હોય થોડા દિવસોથી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પોતાની સાથે કામ કરતા પ્રવિણસિંહ ગોર સાથે આ અંગે વાત કરતા તેને પોતે માતાજીનો ભુવો હોવાનું જણાવી વિધિ કરવા કહ્યું હતું. રવિવારે રાતના સમયે પ્રવિણસિંહ ગોર તાંત્રિક વિધિ કરવા માટે મહિલાના ઘરે આવ્યો હતો અને પતિ-પત્નિ અને દીકરા પરથી લીંબુ ઉતારી તે લીંબુ ચાર રસ્તા પર નાખવા માટે મહિલાના પતિ અને દિકરાને બહાર મોકલ્યા હતા.
તે સમયે પ્રવિણસિંહ મહિલાની છેડતી કરી હતી અને મહિલા બુમાબુમ કરવા જતા ભુવાએ મહિલાનુ મોં દબાવી કપડા ઉતારી નાખ્યા હતા. જે બાદ મહિલા આરોપીને ધક્કો મારી બહાર ભાગી ગઈ હતી. જેથી પ્રવિણસિંહ જતો રહ્યો હતો.થોડી વારમાં મહિલાનો પતિ અને દિકરો ઘરે આવતા તેણે સમગ્ર ઘટના અંગે પતિને કહેતા આ મામલે રામોલ પોલીસને જાણ કરવામા આવી હતી.
આ ઘટના અંગે રામોલ પોલીસે પ્રવિણસિંહ ગોર સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક તપાસમાં તે પોતે 3 બાળકોનો પિતા હોવાનું ખુલ્યું હતું ત્યારે આરોપીએ તાંત્રિક વિધિના નામે અન્ય કોઈ મહિલા સાથે આ પ્રકારે દુષ્કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.