ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'પહેલા કહેતા હતા કે કોંગ્રેસ ક્યાં લડે છે? 5 લીડની વાતો થતી...' Shaktisinh ના BJP પર પ્રહાર

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ફરી એકવાર સત્તાપક્ષ ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં કહેતા હતાં કે કોંગ્રેસ (Congress) ક્યાં ચૂંટણી લડે છે. 5 લાખની લીડના દાવાઓ થતા હતા. પરંતુ, ચૂંટણી દરમિયાન કોંગ્રેસને...
10:43 PM May 22, 2024 IST | Vipul Sen

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ફરી એકવાર સત્તાપક્ષ ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં કહેતા હતાં કે કોંગ્રેસ (Congress) ક્યાં ચૂંટણી લડે છે. 5 લાખની લીડના દાવાઓ થતા હતા. પરંતુ, ચૂંટણી દરમિયાન કોંગ્રેસને લોકોનું ખૂબ સમર્થન મળ્યું છે અને કોંગ્રેસ તરફી માહોલ બન્યો છે. તેમણે કોંગ્રેસમાંથી ભાજપમા ગયેલા નેતાઓ પર કટાક્ષ પણ કર્યો હતો.

લોકોનું સમર્થન કોંગ્રેસ તરફી : શક્તિસિંહ ગોહિલ

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના (Lok Sabha Election) પરિણામ પહેલા કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસંહિ ગોહિલની (Shaktisinh Gohil) અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક મળી હતી. બેઠક બાદ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ખૂબ સારું સમર્થન મળ્યું હોય તેવો માહોલ છે. જો કે, શરૂઆતમાં તેઓ કહેતા હતા કે કોંગ્રેસ ક્યાં ચૂંટણી લડે છે. પાંચ લાખની લીડથી જીતવાના દાવા થતા હતા. પરંતુ, લોકોનું સમર્થન કોંગ્રેસને છે. તેવો માહોલ છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં તકેદારી જરૂરી છે. ધાંધલી ન થાય તે ધ્યાન રાખવું પણ જરૂરી છે.

'અમારા ઉમેદવારો મક્કમતાથી લડ્યા છે'

શક્તિસિંહે આગળ કહ્યું કે, 4 જૂને મતગણતરી છે. ચૂંટણી કમિશને (Election Commission) મતગણતરી માટે બુકલેટ બનાવી છે. તે બુકલેટ બાબતે પણ અમે ચર્ચા કરી છે. સાથે જ સુપ્રીમ કોર્ટનું (Supreme Court) એક જજમેન્ટ છે તેના પર પણ ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે ગુજરાતમાં કોંગ્રેસને જે પ્રેમ મળ્યો છે તેનાથી ઉત્સાહવર્ધક પરિણામો કોંગ્રેસને મળશે. હું સ્વીકારું છું કે છેલ્લી બે ટર્મમાં અમે ઝીરો રહ્યા છીએ. હું દિલથી તમામ કોંગ્રેસના કાર્યકરતાનો આભાર માનું છું કારણ કે તેમણે ચૂંટણીમાં જબરદસ્ત મહેનત કરી છે. અમારા ઉમેદવારો મક્કમતાથી લડ્યા છે અને તેમનું સન્માન કરું છું.

'કોંગ્રેસે જેમને ઝીરોમાંથી હીરો બનાવ્યા તે વેચાઈ ગયા છે'

પક્ષપલટો કરનારા નેતાઓ અંગે કટાક્ષ કરતા શક્તિસિંહે આગળ કહ્યું કે, કેટલાક નેતાઓને ઝીરોમાંથી હીરો બનાવ્યો અને તેઓએ પાર્ટી બદલી પક્ષપલટો કર્યો છે. કોંગ્રેસે જેમને ઝીરોમાંથી હીરો બનાવ્યા તે વેચાઈ ગયા છે. અર્જુન મોઠવાડિયાના (Arjun Mothwadia) નિવેદન પર શક્તિસિંહે કહ્યું કે, આ મામલે હું કોમેન્ટ આપુ તો સારૂ ન લાગે. કાલ સુધી મારી સાથે હતા અને હવે ત્યાં જઈને કોમેન્ટ કરે તો મને જવાબ આપવો યોગ્ય લાગતો નથી.

 

આ પણ વાંચો - madrasa Survey : આચાર્ય પર હુમલા મામલે 2 ની ધરપકડ, BJP નેતાએ કહ્યું- મદરેસામાં આવી ઘટના..!

આ પણ વાંચો - Amit Chavda : આતંકવાદી, સ્થાનિક સ્વરાજ ચૂંટણી અને સ્માર્ટ મીટર મુદ્દે રાજ્ય સરકારને બરાબરની ઘેરી!

આ પણ વાંચો - Mukul Wasnik: મતદાન બાદ ગુજરાત કોંગ્રેસ ચિંતામાં! જીતના આશાવાદ વચ્ચે નિષ્ક્રિયતાના મુદ્દે ચર્ચા

Tags :
Arjun MothwadiaBJPCongress meetingsElection CommissionGujarat CongressGujarat FirstGujarat PoliticsGujarati NewsLok-Sabha-electionShaktisinh GohilSupreme Court
Next Article