ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RathYatra : રથયાત્રા પૂર્વે 15 હજાર પોલીસકર્મીનું રિહર્સલ, જાણો લોખંડી બંદોબસ્તની તૈયારીઓ વિશે

ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને (RathYatra) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) રથયાત્રાને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રથયાત્રા પહેલા આજે જમાલપુરમાં (Jamalpur) આવેલા જગન્નાથ મંદિરથી લઈને સરસપુર (Saraspur) સુધી રથયાત્રાના...
09:46 AM Jul 04, 2024 IST | Vipul Sen

ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને (RathYatra) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) રથયાત્રાને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રથયાત્રા પહેલા આજે જમાલપુરમાં (Jamalpur) આવેલા જગન્નાથ મંદિરથી લઈને સરસપુર (Saraspur) સુધી રથયાત્રાના રૂટ પર પોલીસ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં 15 હજારથી વધુ પોલીસ જવાનો જોડાયા હતા.

ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ યોજાઈ

અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી (Jagannath Mandir) 7 જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ (Ahmedabad Police) દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં 15 હજારથી વધુ પોલીસે જવાનોએ (Police Rehearsal) ભાગ લીધો હતો. સાથે જ 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા. રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના (RathYatra) બંદોબસ્તમાં જોડાવાના છે. માહિતી મુજબ, આજની રિહર્સલ CP અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી.

ગઈકાલે યોજાયેલ કેબિનેટની બેઠકમાં ચર્ચા

જણાવી દઈએ કે ગઈકાલે ગાંધીનગર (Gandhinagar) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની (Lord Jagannath) રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે 4500 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
ટ્રાફિક નિયમન માટે 1931 કર્મીઓ 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા
47 લોકેશન્‍સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ થશે.
16 કિલોમીટરના સમગ્ર યાત્રા રૂટ પર 1400 જેટલા CCTV કેમેરા
યાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે 17 જન સહાયતા કેન્દ્રો ઊભા કરાશે.

આ પણ વાંચો - AHMEDABAD : રથયાત્રાની સુરક્ષા મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ અગત્યની બેઠક

આ પણ વાંચો - Rath Yatra : વસ્ત્રાલમાં ‘જય રણછોડ માખણ ચોર’ના ગગનભેદી નાદ સાથે મામેરા દર્શન, શોભાયાત્રા નીકળી

આ પણ વાંચો - VADODARA : રથયાત્રાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

Tags :
147 RathYatraAhmedabad Rath YatraCabinet-meetingChief Minister Bhupendra PatelGandhinagarGujarat FirstGujarati NewsHarsh SanghviJagannath MandirJamalpurLord JagannathPolicemen RehearsalSaraspurYatrarath-Trucks-Akhada-Bhajan Mandals
Next Article