Raju Bapu controversy : રાજુગીરી બાપુની મુશ્કેલીઓમાં વધારો! પોલીસ ફરિયાદ નોંધાવી કરાઈ આ માગ
Raju Bapu controversy : ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના (Una) તાલુકામાં યોજાયેલ કથા દરમિયાન કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી આપેલા વિવાદિત નિવેદને તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે. કથાકાર રાજુગીરી બાપુના નિવેદન સામે કોળી-ઠાકોર સમાજમાં (KODI THAKOR SAMAJ) ભારે રોષ જોવા મળી છે. ત્યારે હવે માહિતી મળી છે કે, અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમા રાજુગીરી બાપુ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે, વિવાદ વધતા રાજુગીરી બાપુએ જાહેરમાં માફી માગી હતી પરંતુ, સમાજના લોકોમાં તેમની વિરુદ્ધ રોષ હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે.
રાજુબાપુએ માફી માગી, સમાજમાં રોષ યથાવત
કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી આપેલા નિવેદન (Raju Bapu controversy) સામે કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોળી- ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં અમરેલી (AMRELI) જિલ્લાના સાવરકુંડલા જેસર રોડ સ્થિત રાજુગીરી બાપુના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર બાદ રાજુગીરી બાપુએ આ મામલે જાહેરમાં રડતા રડતા માફી માગી હતી. જો કે, તેમ છતાં સમાજના લોકોનો રોષ શાંત થયો નથી. માહિતી છે કે, આજે અમદાવાદના (Ahmedabad) સરખેજ પોલીસ સ્ટેશનમાં રાજુગીરી બાપુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આવનાર સમયમાં પો. કમિશનરને કરાશે રજૂઆત
માહિતી મુજબ, ધર્મેશ ઠાકોર નામના યુવકે સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarkhej Police Station) આ ફરિયાદ નોંધાવી છે અને કથાકાર રાજુગીરી બાપુ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. આવનાર સમયમાં રાજ્યમાં ઠેર ઠેર સમાજના લોકો કથાકાર રાજુગીરી બાપુ વિરુદ્ધ વિરોધ નોંધાવશે અને આવનારા સમયમા સંખ્યાબળ સાથે પોલીસ કમીશનર કચેરી પર જઈ કમિશનરને રજૂઆત પણ કરશે. ગઈકાલે પણ સમાજ દ્વારા કથાકાર રાજુગીરી બાપુને 5 વર્ષ સુધી કથા ન કરવા દેવાની માગ કરાઈ હતી. સાથે જ રાજુગીરી બાપુ સામે કાયદાકીય પગલાં લેવાની પણ કોળી ઠાકોર સમાજે માગ કરી હતી.
આ પણ વાંચો - Raju Bapu controversy : ‘રાજુગીરી બાપુની જીભ કાપે તેને…’, કોંગ્રેસ નેતાના બફાટે વિવાદનો મધપૂડો છંછેડ્યો!
આ પણ વાંચો - Raju Bapu controversy : રાજુ બાપુએ રડતા રડતા માગી માફી, 5 વર્ષ કથા ન કરવા દેવા કોળી-ઠાકોર સમાજની માગ
આ પણ વાંચો - Controversy: રાજુ બાપુનું મોં કાળું કરવાની અલ્પેશ ઠાકોરની ચિમકી