Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Una Car Accident : ગોઝારો અકસ્માત સર્જનારા સ્કોર્પિયો કારચાલકની ધરપકડ, વૃદ્ધનું થયું હતું મોત

Una Car Accident : ગીર સોમનાથના ઉના શહેરમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ઉના પોલીસે કાર્યવાહી કરી સ્કોર્પિયો કારચાલકની ધરપકડ કરી છે. માહિતી મુજબ, કારચાલકની ઓળખ અમદાવાદના યતીન લીલાધર સિંગલ તરીકે થઈ છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી...
una car accident   ગોઝારો અકસ્માત સર્જનારા સ્કોર્પિયો કારચાલકની ધરપકડ  વૃદ્ધનું થયું હતું મોત

Una Car Accident : ગીર સોમનાથના ઉના શહેરમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ઉના પોલીસે કાર્યવાહી કરી સ્કોર્પિયો કારચાલકની ધરપકડ કરી છે. માહિતી મુજબ, કારચાલકની ઓળખ અમદાવાદના યતીન લીલાધર સિંગલ તરીકે થઈ છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે, વહેલી સવારે એક સ્કોર્પિયો કારચાલકે દુકાન બહાર સૂતેલા સિનિયર સિટીઝનને કચડી માર્યો હતો. આ અકસ્માતના ચોંકાવનારા દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા હતા.

Advertisement

ગીર સોમનાથના ઉના શહેરમાં વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત (Una Car Accident) સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. પ્રાથમિક તપાસમાં આ કાર કોઈ ડોક્ટરની હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે કારમાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ (Government of Gujarat board) પણ મળી આવ્યું હતું. કારમાં સવાર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ આ અકસ્માતમાં બંધ દુકાનની બહાર સૂતેલા એક વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ ઘટના સામે આવતા ઉના પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

કારચાલક અમદાવાદનો હોવાનું ખુલ્યું

માહિતી મુજબ, આ અકસ્માત કેસમાં (Una Car Accident ) ઉના પોલીસે સ્કોર્પિયો કારચાલકની ધરપકડ કરી છે. પોલીસની તપાસ મુજબ, કારચાલકની ઓળખ અમદાવાદના યતીન લીલાધર સિંગલ (Yatin Leeladhar Singal) તરીકે થઈ છે. જ્યારે એવું પણ જાણવા મળ્યું છે કે દુર્ઘટના વખતે કારની રૂફટોપ પર બાળક ઊભું હતું. આ મામલે ઉના પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Una Car Accident: ઊનામાં અકસ્માતના કાળજું કંપાવતા દ્રશ્ય, સિનિયર સિટીઝનને કચડી કાર દુકાનમાં ધુસી

આ પણ વાંચો - HIMATNAGAR : રખડતા ઢોરનો આતંક! રમતા બાળક ઉપર ગાયનો હુમલો, બાળક થયું લોહીલુહાણ

આ પણ વાંચો - Altaf Bassi : રીઢા ગુનેગાર અલ્તાફ બાસીના રિમાન્ડ નામંજૂર, કોર્ટમાં કહ્યું- પોલીસે 3 દિવસથી..!

Tags :
Advertisement

.