Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા રાજકોટના રાજવી, જાણો શું કહ્યું ? જુઓ Video

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) કરેલી ટિપ્પણી મામલે હવે રાજકોટના રાજવી મેદાને આવ્યા છે અને પત્રકાર પરિષદ યોજીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીને (BJP)...
12:15 PM Apr 09, 2024 IST | Vipul Sen

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) કરેલી ટિપ્પણી મામલે હવે રાજકોટના રાજવી મેદાને આવ્યા છે અને પત્રકાર પરિષદ યોજીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીને (BJP) જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ કરવા અપીલ કરી છે.

આ સમસ્યાનું કંઇક સુખદ નિરાકરણ લાવવા અપીલ

ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે વધુ એક રાજા મેદાને આવ્યા છે. અહેવાલ મુજબ, અત્યાર સુધી 7 રાજવીઓએ આંદોલનને ટેકો જાહેર કર્યો છે ત્યારે રાજકોટના રાજવી મધાતાસિંહે (Mandhata Singh) આજે પત્રકાર પરિષદ કરી ખાસ અપીલ કરી છે. તેમણે ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણી અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. પરંતુ સાથે તેમણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીને (BJP) આ અંગે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઇક સુખદ નિરાકરણ લાવવા અપીલ કરી છે.

'ક્ષત્રિય સમાજ મોટું દિલ રાખીને માફી આપે'

રાજકોટથી (Rajkot) ક્ષત્રિય સમાજના આંદોલનની શરૂઆત બાદ પ્રથમવાર રાજકોટના રાજવી મીડિયા સમક્ષ આવ્યા છે. મીડિયા થકી તેમણે અપીલ કરી કે, સામાજિક એકતા અને અખંડતા જળવાઈ રહે અને સમાજોમાં કોઈ પણ રૂપે વૈમનસ્ય ઊભું ન થાય તેવા આપણે પ્રયાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે, પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) અને સી.આર.પાટીલ (CR Patil) માફી માગી ચૂક્યા છે. આથી ક્ષત્રિય સમાજે મોટું દિલ રાખીને માફી આપવી જોઈએ. આપણે એક સજાગ અને લોકશાહીમાં માનનારા સમાજ છીએ આથી ખૂબ જ વિવિકપૂર્ણ રીતે આપણી જે પણ માગણી વ્યક્ત કરવાની હોય કોઈ પણ કાયદો વ્યવસ્થા હાથમાં લીધા વગર, આપ શિસ્ત સાથે અત્યારે ચાલી રહ્યો છો અને એ શિસ્ત સાથે ભવિષ્યમાં પણ ચાલશો એવી અપેક્ષા છે.

આ પણ વાંચો - Rajkot : ડો. ભરત બોઘરાએ જાહેરજીવન છોડવાની કેમ બતાવી તૈયારી?

આ પણ વાંચો - ક્ષત્રિય આંદોલન વચ્ચે ગધેથડના લાલબાપુ સાથે BJP ના બે વરિષ્ઠ નેતાઓની મુલાકાત

આ પણ વાંચો - Big Breaking : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે આ નામની પસંદગી

Tags :
Bharatiya Janata PartyBJPCR PatilGujarat FirstGujarati NewsKSHATRIYA SAMAJKshatriya Samaj movementlegal systemParshottam RupalaParshottam Rupala controversyRAJKOTRajkot royal Madhata SinghUnion Minister
Next Article