Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : રાજકોટ બન્યું હોટ ફેવરેટ! પરશોત્તમ રૂપાલાનો વેગવંતી પ્રચાર, કોંગ્રેસ હાલ પણ અસમંજસમાં!

રાજ્યમાં લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ માહોલ જામ્યો છે. ગઈકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં ત્રીજા તબક્કા માટે નામાંકન (Third Phase Nomination) દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની (Saurashtra) 7 બેઠકો માટે 507 ઉમેદવારી...
rajkot   રાજકોટ બન્યું હોટ ફેવરેટ  પરશોત્તમ રૂપાલાનો વેગવંતી પ્રચાર  કોંગ્રેસ હાલ પણ અસમંજસમાં

રાજ્યમાં લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ માહોલ જામ્યો છે. ગઈકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં ત્રીજા તબક્કા માટે નામાંકન (Third Phase Nomination) દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની (Saurashtra) 7 બેઠકો માટે 507 ઉમેદવારી પત્ર ઊપડ્યા હતા. જ્યારે, સૌથી વધુ રાજકોટમાં (Rajkot) પ્રથમ દિવસે 296 ફોર્મ ઉપડ્યા હતા. રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ પ્રચાર વેગવંતી કર્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ ઉમેદવારને લઈ હાલ પણ અસમંજસમાં જોવા મળી રહી છે.

Advertisement

ચૂંટણીમાં રાજકોટ બેઠક હોટ સીટ બની

ગુજરાત (Gujarat) રહિત 12 રાજ્યોમાં ગઈકાલથી ઉમેદવારી પત્ર (nomination forms) ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે ગઈકાલે પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની (Saurashtra) 7 બેઠકો માટે 507 ઉમેદવારી પત્ર ઊપડ્યા હતા. જામનગરમાં (Jamnagar) 57 તો પોરબંદરમાં 41 ફોર્મ લેવાયા હતા. અમરેલીની (Amreli) વાત કરીએ તો 25 અને જુનાગઢ (Junagadh) બેઠક માટે 32 ફોર્મ લેવાયા હતા. ભાવનગર (Bhavnagar) બેઠક માટે 36 ફોર્મ લેવાયા હતા. જ્યારે, સૌથી વધુ રાજકોટ (Rajkot) બેઠક પર પ્રથમ દિવસે 296 ફોર્મ લેવાયાં હતાં. આથી એવું જણાય છે કે, લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક હોટ સીટ બની છે. વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરીએ તો પોરબંદરમાં (Porbandar) 8 અને માણાવદર બેઠક માટે 24 ફોર્મ લેવાયા હતા.

ભાજપ સામે કોંગ્રેસે અગાઉથી હથિયાર હેઠાં મુક્યાં હોય તેવી સ્થિતિ

જણાવી દઈએ કે, રાજકોટ બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પોતાનો પ્રચાર વેગવંતી કર્યો છે. તેઓ દૈનિક ધોરણે જનસંપર્ક કાર્યક્રમ યોજી રહ્યા છે. રાજકોટમાં ચારે બાજુ કેસરિયો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. જણાવી દઈએ કે, રાજકોટમાં ભાજપે પ્રચારનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં (Congress) હજુ ઉમેદવારને લઈ અસમંજસ જોવા મળી રહ્યું છે. ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત પહેલા જ કામગીરી શરૂ કરી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યારે, કોંગ્રેસનાં શહેર કાર્યાલય ખાતે દિવસે કાગડા ઊડે અને સાંજે શહેર પ્રમુખ સહિત માંડ 5 લોકો જોવા મળે છે. ભાજપ સામે કોંગ્રેસે અગાઉથી હથિયાર હેઠાં મુક્યાં હોય તેવો ઘાટ રાજકોટ શહેર કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ કોને ચૂંટણી મેદાને ઊતારશે? તેની વાટ જોવાઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો - Kathi Kshatriya : બીજા પ્રશ્નો ગૌણ છે જ્યારે PM MODI ની વાત હોય..!

Advertisement

આ પણ વાંચો - Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં મુસ્લિમ સમાજ! આ રીતે કર્યું ભવ્ય સ્વાગત

આ પણ વાંચો - RUPALA VIVAD : વિવાદ ઉકેલવા સંતો-મહંતો પણ આવ્યા આગળ…!

Tags :
Advertisement

.