Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot GameZone Tragedy : મુખ્ય આરોપીનું પણ સળગી જતાં મોત, DNA રિપોર્ટમાં થયો ખુલાસો

રાજકોટ TRP અગ્નિકાંડને (Rajkot GameZone Tragedy) લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. મુખ્ય આરોપી પ્રકાશ હિરનનું (Prakash Hiran) મોત થયું હોવાનો ખુલાસો થયો છે. માહિતી મુજબ, TRP ગેમઝોનમાં પ્રકાશ હિરન પણ ભાગીદાર હતો. DNA રિપોર્ટમાં મોત થયું હોવાનું સામે આવ્યું...
09:41 PM May 28, 2024 IST | Vipul Sen

રાજકોટ TRP અગ્નિકાંડને (Rajkot GameZone Tragedy) લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. મુખ્ય આરોપી પ્રકાશ હિરનનું (Prakash Hiran) મોત થયું હોવાનો ખુલાસો થયો છે. માહિતી મુજબ, TRP ગેમઝોનમાં પ્રકાશ હિરન પણ ભાગીદાર હતો. DNA રિપોર્ટમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે પ્રકાશ હિરનની ગેમઝોનમાં 60 થી 70 ટકા ભાગીદારી હતી.

મુખ્ય આરોપીનું પણ અગ્નિકાંડમાં મોત

રાજકોટ TRP અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે લોકોના રોષને જોતા રાજકોટ પોલીસ તંત્ર (Rajkot Police) દ્વારા ઝડપી કાર્યવાહી કરી આ હત્યાકાંડ માટે જવાબદાર લોકોની એક પછી એક ધરપકડ કરી હતી. જો કે, આ હત્યાકાંડના એક મુખ્ય આરોપી પ્રકાશ હિરન પકડાયો નહોતો. પરંતુ, હવે પ્રકાશ હિરનનું (Prakash Hiran) મોત થયું હોવાનો મોટો ખુલાસો થયો છે. DNA રિપોર્ટમાં (DNA report) આ ખુલાસો થયો છે. પ્રકાશ હિરનની ગેમઝોનમાં 60 થી 70 ટકા ભાગીદારી હતી.

CCTV ફૂટેજમાં દેખાયો હતો પ્રકાશ હિરન

જણાવી દઈએ કે, ટીઆરપી ગેમઝોનમાં જ્યારે આગ (Rajkot GameZone Tragedy) લાગી હતી, તે સમયના CCTV ફૂટેજ આપણી સામે આવ્યા હતા. ત્યારે પ્રકાશ હિરન પણ આ સીસીટીવીમાં કેદ થયો હતો. પ્રકાશ હિરણના ભાઈ જિતેન્દ્ર હિરને પોલીસને અરજી આપી હતી. આગ લાગી તે સમયે પ્રકાશ હિરણ CCTV માં જોવા મળ્યો હતો. આગની ઘટના બાદ પરિવાર સાથે કોઈ સંપર્ક થયો ન હતો. જો કે, ઘટના સ્થળેથી પ્રકાશની કાર મળી આવી હતી. મૃતદેહના અવશેષોમાંથી કોઈ પ્રકાશના છે કે કેમ તે જોવા માટે DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક અવશેષનું DNA પ્રકાશની માતાના નમૂના સાથે મેચ થતા આ વાતની પુષ્ટિ થઈ છે કે પ્રકાશ હિરનનું પણ અગ્નિકાંડમાં સળગી જતા મોત નીપજ્યું છે.

 

આ પણ વાંચો - IPS ના કહેવાતા “વહીવટદાર”ને DGP એ માફ કર્યો, મૂળ મહેકમમાં પરત

આ પણ વાંચો - Rajkot: અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર, રાજ્ય માનવ અધિકાર પંચની ‘સાહેબો’ને નોટિસ

આ પણ વાંચો - Mehsana : વિસનગરમાં હરિયાણા પોલીસનું મોટું ઓપરેશન! BJP નેતાની કરી ધરપકડ

Tags :
Cctv FootageCP Zone-1DNA ReportGujarat FirstGujarati NewsPrakash HiranRAJKOTrajkot policeRajkot TRP Fire IncidentRajkot TRP GameZoneSITtrp game zone firetrp game zone newstrp game zone ownerTRP Game Zone Tragedy
Next Article