Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone Tragedy : અધિકારીઓ બાદ Rajkot નેતાઓનો પડશે વારો! જનતાનો સવાલ

Rajkot GameZone Tragedy : રાજકોટના TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં માસૂમ ભૂલકાંઓ સહિત કુલ 33 લોકો જીવતા હોમાયા હતા. આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયાને ગુમાવનારા પરિવારજનોની આંખમાંથી આંસુ હજુ પણ સૂકાયા નથી. પીડિત પરિવારજનો સાથે આખું ગુજરાત સરકાર પાસે ન્યાયની માગ કરી...
rajkot gamezone tragedy   અધિકારીઓ બાદ rajkot નેતાઓનો પડશે વારો  જનતાનો સવાલ

Rajkot GameZone Tragedy : રાજકોટના TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં માસૂમ ભૂલકાંઓ સહિત કુલ 33 લોકો જીવતા હોમાયા હતા. આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયાને ગુમાવનારા પરિવારજનોની આંખમાંથી આંસુ હજુ પણ સૂકાયા નથી. પીડિત પરિવારજનો સાથે આખું ગુજરાત સરકાર પાસે ન્યાયની માગ કરી રહ્યું છે. જો કે, સરકારના આદેશ બાદ આ કેસમાં પોલીસે (Rajkot Police) કાર્યવાહી કરી ગેમઝોનના સંચાલકો સહિત કેટલાક લોકોની ધરપકડ કરી છે અને મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર સહિત કેટલાક અધિકારીઓની બદલી કરાઈ છે. પરંતુ, રાજકોટના (Rajkot) અગ્નિકાંડમાં નાની માછલીઓને સસ્પેન્ડ અને મોટા મગરમચ્છોની બદલી કરવાના નિર્ણયને લઈને ભારે ચર્ચાઓ અને સવાલ થઈ રહ્યા છે.

Advertisement

માત્ર ભ્રષ્ટ બાબુઓ જ કેમ જવાબદાર નેતાઓ કેમ નહીં ?

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારની અત્યાર સુધીની ભૂમિકાને જોતા જનતામાં સવાલ છે કે શું માત્ર બદલીઓ કરવાથી પીડિત પરિવારોને ન્યાય મળી જશે. આ અગ્નિકાંડ માટે માત્ર અધિકારીઓ જ શા માટે ? નેતાઓ જવાબદાર કેમ નહીં ? બાબુઓને તો સજા થાય જ પણ નેતાઓ સામે પણ કડક પગલાં લેવા જોઈએ. MP, MLA, કૉર્પોરેટરને પણ સજા કેમ નહીં ? લોકોમાં ચર્ચા છે કે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પણ વડોદરાના (Vadodara) હરણી લેક હત્યાકાંડ, મોરબી (Morbi) ઝુલતા પુલ, સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવા હાલ ન થઈ જાય કે જેમાં હજું પણ આરોપીઓને કડક સજા થઈ નથી. આવા કેટલાક બનાવોમાં તો આરોપીઓ જામીન પર જેલમાંથી બહાર આવી ગયા છે અને બેફિકર થઈને જીવન જીવી રહ્યા છે. જ્યારે કેટલાક આરોપીઓ તો હાલ પણ પોલીસ પકડથી દૂર છે. પીડિત પરિવારો હજું પણ ન્યાયની આશા રાખીને બેઠા છે.

આ અધિકારીઓની કરાઈ બદલી

જણાવી દઈએ કે, રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ (Rajkot GameZone Tragedy) બાદ રાજકોટ પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) રાજુ ભાર્ગવ (Raju Bhargava IPS) રાજકોટ મ્યુનિસિપલ કમિશનર (Rajkot Municipal Commissioner) આનંદ પટેલ (Anand Patel IAS) રાજકોટના અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી (Vidhi Choudhary IPS) અને ડેપ્યૂટી પોલીસ કમિશનર સુધીર દેસાઈને (Sudhir Desai IPS) તેમની જવાબદારી પરથી હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ, સવાલ થાય છે કે શું સરકાર બદલીઓ કરીને સંતોષ માની લેશે.

Advertisement

જનતાના સળગતા સવાલ :

. માત્ર અધિકારીઓ જ શા માટે ? નેતાઓ જવાબદાર કેમ નહીં ?
. MP, MLA, કૉર્પોરેટરને પણ સજા કેમ નહીં?
. રાજકીય રહેમનજર હોય તો જ ધમધમે ગેરકાયદે ગેમઝોન!
. વિસ્તારના તમામ નેતાઓની જવાબદારી શા માટે નહીં?
. શું ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઈ જવાબદારી જ નહીં?
. શું ચૂંટાયેલી પાંખનું આ દુર્ઘટનામાં કોઈ પાપ જ નહીં?

Advertisement

આ પણ વાંચો - Rajkot Tragedy : ગેરકાયદે ચાલતા ગેમઝોનના માલિકોની ખેર નહીં, સરકારે આપ્યો આ કડક આદેશ

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : મુખ્ય આરોપીનું પણ સળગી જતાં મોત, DNA રિપોર્ટમાં થયો ખુલાસો

આ પણ વાંચો - એવા પણ કલેક્ટર હતા જેણે ઉદ્ઘાટન કરતાં પહેલા દબાણ તોડાવ્યું હતું…

Tags :
Advertisement

.