Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone Tragedy : તંત્રનો ઢાંકપિછોડો! આ સવાલોના જવાબ કોઈ પાસે નથી!

Rajkot GameZone Tragedy : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 33 લોકોના મોત થયા હતા. સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા આ હત્યાકાંડને લઈ ચોકાવનારી માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે, ગોઝારી ઘટનાની તપાસ વચ્ચે યુદ્ધના ધોરણે jcb , ડમ્પર અને હીટાચી જેવી...
rajkot gamezone tragedy   તંત્રનો ઢાંકપિછોડો  આ સવાલોના જવાબ કોઈ પાસે નથી

Rajkot GameZone Tragedy : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 33 લોકોના મોત થયા હતા. સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા આ હત્યાકાંડને લઈ ચોકાવનારી માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે, ગોઝારી ઘટનાની તપાસ વચ્ચે યુદ્ધના ધોરણે jcb , ડમ્પર અને હીટાચી જેવી વિશાળ મશીનરીથી કાટમાળને સ્થળાંતરિત કરી દેવાયો છે. ત્યારે સવાલ થાય છે કે આટલી ઉતાવળે કાટમાળ હટાવવાની જરૂર શું પડી ? કોનો આદેશ હતો અને આ પાછળ નિયત શું છે ?

Advertisement

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ (Rajkot GameZone Tragedy) બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ અગ્નિકાંડની ગંભીરતાને જોતા સરકારના આદેશ બાદ પોલીસ (Rajkot Police) દ્વારા ગેમઝોનના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ મામલે હાઈકોર્ટ દ્વારા પણ સુઓમોટો કરી સુનાવણી હાથ ધરાઈ છે. આગ્નિકાંડ મામલે તપાસ કરવા SIT સહિત વિવિધ ટીમોની રચના કરાઈ છે. જો કે, આ પરિસ્થિતિઓ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં જ્યાં એક તરફ તપાસનો ઘમઘમાટ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ યુદ્ધના ધોરણે jcb , ડમ્પર અને હીટાચી જેવી વિશાળ મશીનરીથી ગેમઝોનના કાટમાળને સ્થળાંતરિત કરી દેવાયો છે. આ કાર્યવાહી સામે કેટલાક સવાલ થઈ રહ્યા છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટના સળગતા સવાલ :

- આવું કરવા પાછળ કોનો આદેશ અને નિયત શું ?
- ⁠કેટલા લોકો ત્યાં ઉપસ્થિત હતા એની સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
- ⁠મિસિંગ લોકોનું સ્ટેટસ હજી ક્લિયર નથી.
- ⁠કાટમાળની હાલત જોતા માનવ શરીર ના એકેય અવશેષ હાથ આવે એવી કોઈ જ શક્યતા નથી.
- ⁠કાટમાળ આ રીતે હટાવાયો ન હોય તો મિસિંગ લોકોના અવષેશો મળવાની થોડી પણ સંભાવના રહેલી હતી.
- ⁠જે રીતે કાટમાળ ફક્ત એક સ્થળેથી બીજે ખસેડી લેવાયો એમાં મળી શકે એવા કેટલાય માનવ અવશેષો નાશ પામ્યા હશે!
- પુરાવાનો નાશ કરવાનો એક માત્ર ગુનાહિત હેતુ ?

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : અધિકારીઓ બાદ Rajkot નેતાઓનો પડશે વારો! જનતાનો સવાલ

આ પણ વાંચો - Rajkot Tragedy : ગેરકાયદે ચાલતા ગેમઝોનના માલિકોની ખેર નહીં, સરકારે આપ્યો આ કડક આદેશ

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : મુખ્ય આરોપીનું પણ સળગી જતાં મોત, DNA રિપોર્ટમાં થયો ખુલાસો

Tags :
Advertisement

.