ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : ક્ષત્રિય આંદોલન વચ્ચે રાજ્યના 45 રાજવીઓનું PM મોદીને સમર્થન, 'રાષ્ટ્ર પ્રથમ ચિંતન' બેઠકમાં મોટો નિર્ણય

રાજકોટમાં (Rajkot) આજે રણજીત વિલાસ પેલેસ (Ranjit Vilas Palace) ખાતે રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ પંથકના રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં 'રાષ્ટ્ર પ્રથમ ચિંતન' બેઠક અંગે માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ-સૌરાષ્ટ્ર ગુજરાતનાં...
10:54 AM May 02, 2024 IST | Vipul Sen

રાજકોટમાં (Rajkot) આજે રણજીત વિલાસ પેલેસ (Ranjit Vilas Palace) ખાતે રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ પંથકના રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં 'રાષ્ટ્ર પ્રથમ ચિંતન' બેઠક અંગે માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ-સૌરાષ્ટ્ર ગુજરાતનાં 45 જેટલા રાજવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરવા નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

ક્ષત્રિય સમાજ આંદોલન વચ્ચે આજે રાજકોટમાં જ રાજવીઓની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. રાજવી માંધાતાસિંહ જાડેજાએ (Mandhatasinh Jadeja) રાજકોટના (Rajkot) રણજીતવિલાસ પેલેસ ખાતે આ મહત્ત્વની બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં ગુજરાત સૌરાષ્ટ્રના રજવાડાઓના રાજવીઓએ હાજરી આપી હતી. બેઠકમાં રાજવી માંધાતાસિંહ જાડેજા, જસદણના રાજવી સત્યરાજીતકુમાર ખાચર, પાળિયાદના ભયલુબાપુ, ચોટીલા સ્ટેટ મહાવીરભાઇ ખાચર સહિતના 15 જેટલા રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 45 જેટલા રાજવીઓએ ભાગ લીધો હતો. આ બેઠકનું નામ 'રાષ્ટ્ર પ્રથમ ચિંતન ' રાખવામાં આવ્યું હતું. આ બેઠક બાદ રાજવીઓ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

PM મોદી જનતા માટે કામ કરે છે : માંધાતાસિંહ જાડેજા

માંધાતાસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું કે, રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયેલ બેઠકમાં ગહન વિચાર વિમર્શ કરાયો, જેમાં 45 જેટલા રાજવીઓએ ભાગ લીધો હતો. ભાવનગર (Bhavnagar) સ્ટેટ, ગોંડલ સ્ટેટ, કચ્છ સ્ટેટ, દાતા સ્ટેટ સહિતના સ્ટેટના સમર્થન પત્ર મળ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે, રાષ્ટ્ર પ્રથમ એ જ અમારી પ્રાથમિકતા છે. PM મોદી જનતા માટે કામ કરે છે. કમળનું ફૂલ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. કમળના ફૂલ પરનું બટન દબાવવાનું છે. જે બટન દબાવતા તમારો મત રાજવીઓની દ્રષ્ટીએ, સમસ્ત સમાજોની દ્રષ્ટિએ કોઈ વ્યક્તિગત ઉમેદવારને નહિ પરંતુ નરેન્દ્રભાઈને (Prime Minister Narendra Modi) જવાનો છે.

કેટલાક રાજવીઓએ પત્ર લખીને જાહેર સમર્થન આપ્યું

માંધાતાસિંહ જાડેજાએ આગળ જણાવ્યું કે, આ બેઠકમાં 15 જેટલા રાજવીઓ હાજર રહ્યા હતા. જ્યારે અન્ય રાજવીઓએ પત્ર લખીને જાહેર સમર્થન આપ્યું છે. મહારાણી સાહેબ પ્રિતિદેવી-કચ્છ, મહારાણા રાજસાહેબ શ્રી કેશરી સિંહજી-વાંકાનેર, મહારાજા રાઓલ શ્રી વિજયરાજ સિંહજી - ભાવનગર, મહારાજા સાહેબ હિમાંશુજી (ગોંડલ સ્ટેટ), મહારાજા સાહેબ શ્રી તુષાર સિંહજી- દેવગઢ બારીયા, મહારાજા સાહેબ રિધ્ધીરાજ સિંહજી - દાંતા, મહારાજા સાહેબ શ્રી જયપ્રતાપ સિંહજી-છોટા ઉદેપુર, મહારાજ કુમાર કેતન સિંહજી - પાલીતાણા દ્વારા સમર્થન પત્ર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Jamnagar : ધ્રોલમાં મોડી રાતે ક્ષત્રિયો સાથે બેઠક બાદ પૂનમ માડમને હાશકારો! લેવાયો આ નિર્ણય

આ પણ વાંચો - Rajkot : ગઈકાલે રૂપાલાએ પાટીદાર ઉદ્યોગપતિ, વેપારીઓ સાથે બેઠક કરી, આજે રાજવીઓની ચિંતન બેઠક!

આ પણ વાંચો - PM Modi : PM મોદી ગુજરાતના આ સ્થળે પર પ્રજાનું જીલશે અભિવાદન

Tags :
BJPGujarat FirstGujarati NewsMaharani Saheb Pritidevi-KutchMandhatasinh JadejaParshottam RupalaPress ConferencePrime Minister Narendra ModiRAJKOTRanjit Vilas Palaceroyal familyroyal Satyarajitkumar Khachar
Next Article