Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarkatha : રાજવી પરિવારની અનોખી મરણોત્તર ક્રિયા, વાંચો અહેવાલ

અહેવાલ--યશ ઉપાધ્યાય, સાબરકાંઠા રાજવી પરિવારની અનોખી મરણોત્તર ક્રિયા જીવન દરમિયાનની તમામ ઘટનાઓ બેસણામાં રજુ કરાઈ અત્યાર સુધીમાં ન જોવા મળેલું બેસણું ઇતિહાસનું સાક્ષી બન્યું સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે પરંતુ...
sabarkatha   રાજવી પરિવારની અનોખી મરણોત્તર ક્રિયા  વાંચો અહેવાલ

અહેવાલ--યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

Advertisement

રાજવી પરિવારની અનોખી મરણોત્તર ક્રિયા
જીવન દરમિયાનની તમામ ઘટનાઓ બેસણામાં રજુ કરાઈ
અત્યાર સુધીમાં ન જોવા મળેલું બેસણું ઇતિહાસનું સાક્ષી બન્યું

Advertisement

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે પરંતુ ઇડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. પરિવારે પોતાના પિતાનું અવસાન થતાં તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી.

Advertisement

ફોટોગ્રાફ્સ જોઈને તમને લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે

મંડપમાં પ્રવેશતા ફોટોગ્રાફ્સ જોઈને તમને લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે... પણ ના, અહીં આજે ભવાનગઢના રાજવી પ્રવિણસિંહ કુંપાવતનું બેસણું યોજાઇ રહ્યુ છે..18 તારીખના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તેમનું અવસાન થયું ત્યારે તેમના પરિવારે તેઓએ હંમેશા આનંદમાં જીવન વ્યતિત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું નક્કી કરેલું અને તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાને કારણે તેમના પાડેલા ફોટોનું કલેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું હતું.

5000 પરીવારને રામ મંદિર દર્શન ખાતે લઇ જવાશે

આ અનોખા બેસણામાં બીજો પણ એક આવકાર્ય નિર્ણય લેવાયો, જેમાં 22 તારીખ બાદ 5000 પરીવારને રામ મંદિર દર્શન ખાતે લઈ જવાનો અને 100 ગાયોનું દાન જરુરીયાત મંદોને કરવાનો નિર્ણય પણ લેવાયો.. અને બેસણામાં હાજર તમામ સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને આવકાર્યો.

પરંપરા બદલાઈ

સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચીલો ચાતર્યો છે ત્યારે આ પરિવારની પહેલ પણ સમાજે હવે આવકારી છે અને જે ગૌ દાન કરવાની અને ૫ હજાર પરિવાર ને રામ મંદિર ના દર્શન કરવાનો નિર્ણય પણ આવકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો----FAKE TOLL PLAZA : નકલી ટોલનાકાથી અસલી ટોલનાકાને અધધ..રુપિયાનું થયું નુકશાન, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.