ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbandar : દ્વારકા બાદ પોરબંદરનાં દરિયા કિનારે મળ્યું ડ્રગ્સ, ચરસનાં બિનવારસી 6 પેકેટ મળ્યાં

Porbandar : ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો (coast of Gujarat) જાણે મનપસંદ સ્થળ બની ગયો હોય તેમ અવારનવાર ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. દ્વારકાનાં (Dwarka) દરિયા કિનારે છેલ્લા એક સપ્તાહ દરમિયાન 123 કિલોનું 61.83 કરોડ ડ્રગ્સ પોલીસનાં સર્ચ ઓપરેશન દરમિયાન...
07:39 PM Jun 17, 2024 IST | Vipul Sen

Porbandar : ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો (coast of Gujarat) જાણે મનપસંદ સ્થળ બની ગયો હોય તેમ અવારનવાર ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. દ્વારકાનાં (Dwarka) દરિયા કિનારે છેલ્લા એક સપ્તાહ દરમિયાન 123 કિલોનું 61.83 કરોડ ડ્રગ્સ પોલીસનાં સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યું હતું. ત્યારે આજે સોમવારે પણ પોરબંદરનાં (Porbandar) ઓડદર દરિયા કિનારે બિનવારસી ચરસનાં 6 પેકેટો મળી આવ્યા છે. પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન (search operation) કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, દ્વારકાની જેમ પોરબંદરના (Porbandar) દરિયા કિનારે બિનવારસી હાલતમાં ચરસનાં 6 પેકેટો મળી આવ્યા છે. ઓડદર દરિયા કિનારા આસપાસથી આ પેકેટો મળી આવ્યા છે. હાલ, 6 પેકેટ મળ્યાં તે એક એક કિલોનાં હોવાનું અનુમાન છે તેમ કહેવાય રહ્યું છે. હાલ, કેટલા પેકેટો મળ્યા છે તેનું કોઈ સ્પષ્ટ આંકડો મળ્યો નથી. પરંતુ, ચોક્કસથી દ્વારકાની જેમ પોરબંદરનાં દરિયા કિનારે પણ બિનવાસી હાલતમાં ચરસનાં પેકટો મળ્યાં છે. પોરબંદર SoG નાં સમગ્ર સ્ટાફ દ્વારા પોરબંદરનાં દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પોરબંદરના દરિયાકિનારેથી ચરસનાં બિનવારસી 6 પેકેટ મળ્યા.

માહિતી મુજબ, બપોરના સમયે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે (SOG) નર્કોટેકસ ડોગ સકોર્ડની મદદથી સર્ચ ઓપરેશન ઓપરેશન કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન એક જ દિવસમાં કુલ 6 ચરસનાં (drug) બિનવારસી પેકેટ મળી આવ્યા છે. જો કે, કહેવાઈ રહ્યું છે કે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ આ કેસમાં નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

અહેવાલ : કિશન ચૌહાણ, પોરબંદર

આ પણ વાંચો - Dwarka : દરિયાકાંઠેથી ચરસનાં 60 બિનવારસી પેકેટ મળ્યાં, અમદાવાદમથી ગાંજા સાથે એકની ધરપકડ

આ પણ વાંચો - જે ઘટના બની નથી તેની FIR, ધરપકડ અને આરોપીઓ જેલમુક્ત

આ પણ વાંચો - ​​Surat : 6 માસમાં ત્રણ લાખ રુપિયાની નકલી નોટ ફરતી કરનારો ઝડપાયો

Tags :
coast of GujaratCrime Newsdrug mafiaDwarkaGujarat FirstGujarati NewsPorbandarPorbandar Crime NewsPORBANDAR POLICESOG
Next Article