Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi in Rajkot : 5 AIIMS નું શિલાન્યાસ-લોકાર્પણ કર્યું, PM મોદીએ કહ્યું - રાજકોટનાં આશીર્વાદથી જ હું MLA બન્યો...

દ્વારકા (Dwarka) બાદ પીએમ નરેન્દ્ર મોદી રાજકોટ (PM Modi in Rajkot) ખાતે પહોંચ્યા હતા. રાજકોટમાં (Rajkot) વડાપ્રધાનનો ભવ્યો રોડ શૉ યોજાયો હતો. રાજકોટની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજકોટમાં એક સાથે 5 AIIMS નું...
07:54 PM Feb 25, 2024 IST | Vipul Sen

દ્વારકા (Dwarka) બાદ પીએમ નરેન્દ્ર મોદી રાજકોટ (PM Modi in Rajkot) ખાતે પહોંચ્યા હતા. રાજકોટમાં (Rajkot) વડાપ્રધાનનો ભવ્યો રોડ શૉ યોજાયો હતો. રાજકોટની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજકોટમાં એક સાથે 5 AIIMS નું શિલાન્યાસ-લોકાર્પણ કર્યું હતું. રોડ શૉ દરમિયાન જુદા-જુદા સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં પીએમ મોદી

દ્વારકાને સુદર્શન સેતુની (Sudarshan Setu) ભેટ આપ્યા બાદ પીએમ મોદી રાજકોટની મુલાકાતે (PM Modi in Rajkot) પહોંચ્યા હતા. અહીં, પીએમ મોદીએ ભવ્ય રોડ શૉ યોજ્યો હતો. રોડ શૉ દરમિયાન, અલગ અલગ સમાજના લોકો દ્વારા પીએમ મોદીનું ઊષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટના પ્રવાસ દરમિાયન પીએમ મોદીએ 5 AIIMS નું શિલાન્યાસ-લોકાર્પણ કર્યું હતું. સાથે જ કરોડોના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પીએમ મોદીએ રાજકોટમાં (Rajkot) રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભા પણ યોજી હતી અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીએ 'ભારત માતા કી જય'ના નારા સાથે સંબોધન શરૂ કર્યું હતું.

હું રાજકોટના પ્રેમ અને વિશ્વાસનો ઋણી છું : PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે, એક સમયે દેશના પ્રમુખ અને વિકાસ કાર્યક્રમો દિલ્લીમાં (Delhi) જ થતા હતા. પરંતુ, આજે દેશના અનેક શહેરોમાં વિકાસકાર્યોના લોકાર્પણ થઈ રહ્યા છે. રાજકોટમાં એક સાથે 5 AIIMSનું લોકાર્પણ થયું છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, રાજકોટના આશીર્વાદથી જ હું MLA બન્યો હતો. હું રાજકોટના પ્રેમ અને વિશ્વાસનો ઋણી છું. પેઢીઓ બદલાઈ ગઈ પણ પ્રેમ હજી મળતો રહ્યો છે. તમારા તરફથી મળેલા આ પ્રેમને વ્યાજ સહિત પરત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા 10 જ વર્ષમાં દેશને નવી 7 AIIMS મળી છે.

'આજે મને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો'

પીએમ મોદીએ કહ્યું કે, આજે દ્વારકાના દરિયામાં પૌરાણિક દ્વારકાનગરીના (Dwarka) દર્શનનો લાભ મળ્યો. સાથે જ દ્વારકાનગરીના અવશેષોને સ્પર્શ કરવાનું સૌભાગ્ય પણ મળ્યું. ભગવાન શ્રીકૃષ્ણને નજીકથી ઓળખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આજે મને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. હું દરિયાના ઊંડાણમાંથી શ્રીકૃષ્ણના આશીર્વાદ લઈને આવ્યો છું.

'જેમને અપમાનિત કરાતા હતા તેમને હવે માન મળી રહ્યું છે'

પીએમ મોદીએ કોંગ્રેસ (Congress) પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે ફક્ત વાતો જ કરી, પરંતુ કામ મોદી સરકારે (MODI Government) કર્યાં. દેશમાં મેડિકલ ક્ષેત્રે અદ્ભુત વિકાસ થયો છે. આજે દેશમાં 64 હજાર કરોડનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઉત્તમ સ્વાસ્થ્ય તે અમારી સરકારનું લક્ષ્ય છે. અમે પોષણ, આયુષ્ય અને યોગ પર ભાર મુક્યો છે. ગુજરાતમાં WHO નું વૈશ્વિક સંગઠન બની રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ગરીબોનું સ્વાસ્થ્ય ન બગડે તેની મારી સરકારે ચિંતા કરી. આયુષ્માન ભારત યોજના થકી ગરીબોને લાભ થયો છે. પીએમએ કહ્યું કે, વીજળી ક્ષેત્રે ક્રાંતિ લાવવા પણ અમારી સરકાર પ્રયત્નશીલ છે. વીજળી બચત કરવા નવી યોજના શરૂ થશે. PM સ્વનિધિ યોજનાનો લારી-ગલ્લાધારકોને લાભ મળ્યો છે, જેમને અપમાનિત કરાતા હતા તેમને હવે માન મળી રહ્યું છે.

PM મોદીની કુંવરજી બાવળિયા સાથે મુલાકાત

રાજકોટમાં રોડ શૉ અને જનસભાને સંભોધિત કર્યા બાદ પીએમ મોદીએ કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીના આ મુલાકાતથી ગુજરાત રાજકારણમાં ગરમાવો આવ્યો છે. માહિતી મુજબ, હિરાસર એરપોર્ટ પર પીએમ મોદીએ કુંવરજી બાવળિયા સાથે મુલાકાત કરી હતી. એક માત્ર નેતા કુંવરજી બાવળિયા સાથે પીએમ મોદીની ઔપચારિક મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

 

આ પણ વાંચો - PM Modi in Dwarka : NDH ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને PM મોદીનું સંબોધન, કહ્યું – જેનું સપનું જોયું, તેને પૂર્ણ કર્યું….

Tags :
AIIMSAyushman Bharat YojanaBet DwarkaChief Minister Bhupendra PatelCongressDwarkaDwarkadhishDwarkadhish templeGujarat FirstGujarati NewsHome Minister Harsh SanghviKunvarji BavaliyaMythical DwarkanagariPanchkoiPM Modi in RajkotPM Swanidhi YojanaPrime Minister Narendra ModiRAJKOTROAD SHOWSudarshan Setu
Next Article