Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi in Dwarka : NDH ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને PM મોદીનું સંબોધન, કહ્યું - જેનું સપનું જોયું, તેને પૂર્ણ કર્યું....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે દ્વારકાના (Dwarka) પ્રવાસે છે. ત્યારે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ દ્વારકામાં NDH ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનેમદની વચ્ચે જાહેરસભા યોજી હતી. જાહેરસભાને સંભોધિત કરતી વખતે પીએમ મોદીએ 'શિવ શિવ' ના નારા...
pm modi in dwarka   ndh ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને pm મોદીનું સંબોધન  કહ્યું   જેનું સપનું જોયું  તેને પૂર્ણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે દ્વારકાના (Dwarka) પ્રવાસે છે. ત્યારે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ દ્વારકામાં NDH ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનેમદની વચ્ચે જાહેરસભા યોજી હતી. જાહેરસભાને સંભોધિત કરતી વખતે પીએમ મોદીએ 'શિવ શિવ' ના નારા લગાવ્યાં હતા. દરમિયાન, પીએમ મોદીએ (PM Modi) કહ્યું હતું કે, ધારાસભ્ય પબુભા માણેકનો આ એજન્ડા હતો, તેઓ સુદર્શન સેતુ માટે હંમેશા ઉત્સુક હતા. આજે તેઓ ખૂબ જ ખુશ છે.

Advertisement

આ સેતુ દ્વારકાધીશના દર્શન સરળ બનાવશે

દ્વારકામાં NDH ગ્રાઉન્ડ ખાતે આશરે 20 હજારથી વધુની જનમેદનીને પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi in Dwarka) સંબોધી હતી. આ જાહેરસભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે મને સુદર્શન સેતુના (Sudarshan Setu) લોકાર્પણનો સોભાગ્ય મળ્યો. 6 વર્ષ પહેલા મને આ સેતના શિલાન્યાસનો અવસર મળ્યો હતો. આ સેતુ ઓખાને બેટ દ્વારકા સુધી જોડશે. આ સેતુ દ્વારકાધીશના (Dwarkadhish) દર્શન સરળ બનાવશે. અહીંની દિવ્યતામાં પણ વધારો કરશે. જેનું સપનું જોયું, તેને પૂર્ણ કર્યું આજ જનતા જનાર્ધનના સેવક મોદીની ગેરંટી છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, સુદર્શન સેતુ બની જવાથી ધારાસભ્ય પબુભા માણેક વધુ ખુશ છે. સુદર્શન સેતુને લઈ ધારાસભ્ય પબુભા માણેક હંમેશા ઉત્સુક હતા.

Advertisement

પીએમ મોદીનું વિશેષ સન્માન, આહિરાણીઓના મહારાસને કર્યો યાદ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel), ગૃહમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi), કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય માણેક સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. દ્વારકા પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઊષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક (Pabubha Manek) દ્વારા સોનાનો મુગટ પહેરાવી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું હતું. સાથે જ 90 કિલો ચાંદી પણ શ્રીરામ મંદિરમાં અર્પણ કરાઈ હતી. બાબુભાઈ દેસાઈએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુગટ પહેરાવી વિશેષ સન્માન કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમ તેમ જ મુળુભાઈ બેરાએ પણ સ્મૃતિ ચિન્હો આપી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વિશાળ જનમેદનીને સંબોધતા નરેન્દ્ર મોદીએ દ્વારકામાં યોજાયેલા આહિરાણીઓના મહારાસને પણ યાદ કરી અને આહિરાણીઓને નતમસ્તક વંદન કર્યા હતા. દ્વારકામાં જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ રિમોટ દ્વારા રૂ. 4,100 કરોડના વિકાસ કામોના શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યા હતા.

રૂ. 978 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુનું લોકાર્પણ

પીએમ મોદી (PM Modi in Dwarka) વહેલી સવારના 7:30 વાગ્યે બેટ દ્વારકા હેલીપેડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સૌપ્રથમ બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. અંદાજિત રૂ. 978 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુના (Sudarshan Setu) લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સુદર્શન સેતુના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે દ્વારકા હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ રોડ શો મારફતે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા. આ રોડ શોમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

Advertisement

પૌરાણિક દ્વારકાનગરીના સ્કૂબા મારફતે અવશેષો નીહાળ્યા

રોડ શો બાદ નરેન્દ્ર મોદીએ જગતગુરુ શંકરાચાર્યની મુલાકાત લઈ તેમના પણ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોમતીઘાટે પહોંચી અને સુદામા સેતુ પરથી સામે કાંઠે પંચકોઈ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ નેવીની ટીમો સાથે દ્વારકાના દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકાનગરીના (Mythical Dwarkanagari) સ્કૂબા મારફતે અવશેષો નીહાળ્યા હતા. આશરે 30 મિનિટથી વધુ સમય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂબા ડ્રાઇવ મારફતે દરિયાની અંદર ડૂબકી લગાવી પૌરાણિક દ્વારકાનગરીના અવશેષો નીહાળ્યા હતા. દરિયામાં ચુસ્ત બંદોબસ્ત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂબા ડ્રાઈવ (Scuba Drive) કર્યા બાદ દ્વારકાનાં એનડીએચ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Gadda Gopinathji Temple : ટેમ્પલ બોર્ડ કમિટીની ચૂંટણીની તારીખ જાહેર, મતદાર યાદી પણ પ્રસિધ્ધ કરાઈ

Tags :
Advertisement

.