Nitin Patel : કડીમાં નીતિન પટેલે આડકતરી રીતે કોને માર્યો ટોણો ? જુઓ Video
લોકસભાની ચૂંટણી ( Lok Sabha elections) પહેલા કડીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) કાર્યકર્તાઓ સાથે વાત કરતા આડકતરી રીતે ટોણો માર્યો હતો. જો કે, આ ટોણો તેમણે કોને માર્યો તેને લઈને હાલ પણ ચર્ચા યથાવત છે. તેમણે કહ્યું કે, મુસલમાન હોય ભલે વોટ ના આપે પણ મારા ઘરે ચા પીધા વગર ન જાય. હું 20 વર્ષ મંત્રી રહ્યો પણ ગાંધીનગરના બંગલે નથી રહ્યો કડીથી (Kadi) અપડાઉન કરતો. કાર્યાલય ખાતે પાટીયુ લટકાવી દે એવું ના જોઈએ, કાર્યકરોનાં કામ પણ થવા જોઈએ.
20 વર્ષ મંત્રી રહ્યો પણ ગાંધીનગરના બંગલે નથી રોકાયો : નીતિન પટેલ
રાજ્યામાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, કડી ખાતે ભાજપના (BJP) મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ધઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) પણ હાજરી આપી હતી. દરમિયાન, તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને આડકતરી રીતે ટોણો પણ માર્યો હતો. જો કે, આ ટોણો તેમણે કોને માર્યો અને તેમણે કોને લક્ષીને આ વાત કરી તે અંગે હાલ પણ ચર્ચાનો માહોલ છે. નીતિન પટેલે કહ્યું કે, હું 20 વર્ષ મંત્રી રહ્યો પણ ગાંધીનગરના (Gandhinagar) બંગલે નથી રહ્યો કડીથી અપડાઉન કરતો. 20 વર્ષ મંત્રી રહ્યો પણ દસ દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો.
'કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય'
તેમણે આગળ કહ્યું કે, 20 વર્ષમાં લાખો કાગળ મને રજૂઆત ના મળ્યા અને લાખો જવાબ મેં આપ્યા છે. મુસલમાન હોય ભલે વોટ ના આપે પણ મારા ઘરે ચા પીધા વગર ન જાય. મારી ઘરવાળીએ અત્યાર સુધી એક લાખ કપ ચા બધાને પીવડાવી હશે. કાર્યાલય ખાતે પાટિયું લટકાવી દે એવું ના જોઈએ, કાર્યકરોનાં કામ પણ થવા જોઈએ. કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય. નીતિન પટેલનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કારણ બની ગયું છે. જો કે, નીતિન પટેલનો ઇશારો કોની તરફ હતો તે હાલ જાણી શકાયું નથી. જણાવી દઈએ કે, મહેસાણા (Mehsana) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિભાઈ પટેલ (Haribhai Patel) છે. જ્યારે, કોંગ્રેસમાંથી (Congress) રામજી ઠાકોરે (Ramji Thakor) ઉમેદવારી પત્ર ભર્યું છે. બંને વચ્ચે જોરદાર હરીફાઈ જોવા મળશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો - Lok Sabha elections : ચૂંટણીને લઈ પંચ અને પોલીસે કરી આ ખાસ તૈયારી, જાણો શું કહ્યું ?
આ પણ વાંચો - Banaskantha : ક્ષત્રિય આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બંધ બારણે બેઠક, વાંચો અહેવાલ
આ પણ વાંચો - PM Modi : ગુજરાતના સ્થાપના દિવસે PM મોદી આવશે ‘વતન’માં