Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nadabet ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 નવી બસની ભેટ, અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેન મળશે

ભારત- પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને (ndia-Pakistan border) અડીને આવેલ રણ વિસ્તાર નડાબેટને (Nadabet) આજે 100 નવી એસટી બસોની ભેટ મળવાની છે. આજે નડાબેટ ખાતે નવીન 100 બસોનું લોકાર્પણ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi), ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર...
nadabet ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 નવી બસની ભેટ  અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેન મળશે

ભારત- પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને (ndia-Pakistan border) અડીને આવેલ રણ વિસ્તાર નડાબેટને (Nadabet) આજે 100 નવી એસટી બસોની ભેટ મળવાની છે. આજે નડાબેટ ખાતે નવીન 100 બસોનું લોકાર્પણ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi), ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલ સહિત અન્ય અગ્રણી નેતા, અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક લોકો આ લોકાર્પણ સમારંભમાં હાજર રહેશે. આ સાથે અમદાવાદને (Ahmedabad) ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ પણ મળશે.

Advertisement

ભારત- પાકિસ્તાનની બોર્ડર પર આવેલા નડાબેટ (Nadabet) ખાતે આજે નવીન 100 બસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નવી 100 બસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (HM Harsh Sanghvi) હસ્તે લોકાર્પણ કરાશે. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary), સાંસદ પરબત પટેલ (Parbat Patel) સહિત અન્ય અગ્રણી નેતા, અધિકારીઓ હાજર રહેશે. જણાવી દઈએ કે, પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા અને જરૂરિયાત મુજબ રાજ્ય સરકાર દ્વારા નડાબેટ ખાતે નવી 100 બસોની ભેટ આપવામાં આવી છે. આ બસો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. નવી બસો શરૂ થતા મુસાફરોને વધુ સારી સુવિધા અને વિવિધ સ્થળે પ્રવાસ કરવાના વિકલ્પ મળશે.

Advertisement

નડાબેટ ખાતે સભાનું આયોજન

આજે અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ

નડાબેટ બાદ છોટાઉદેપુરના બોડેલી ખાતે બસ ડેપોના વર્કશોપનું પણ ઉદઘાટન કરાશે. જણાવી દઈએ કે, આજે અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેનની (Vande Bharat train) ભેટ મળશે. આ વંદે ભારત ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. માહિતી મુજબ, 12 માર્ચથી વંદે ભારત ટ્રેનની સુવિધાનો પ્રારંભ થશે. ટ્રેન સવારે 6.10 કલાકે શરૂ થશે 11.35 મુંબઈ પહોંચશે. આ વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) લીલીઝંડી આપશે.

Advertisement

આ પણ વાંચો - Junagadh : ગેરકાયદે બાંધકામ પર ‘દાદા’નું બુલડોઝર ફર્યું! મોડી રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો દૂર કરાયાં

આ પણ વાંચો - PSI YP Hadiya Viral video : જૂનાગઢમાં PSI ભાન ભૂલ્યા! ભજનીક પર કર્યો રૂપિયાનો વરસાદ, અનેક તર્ક-વિતર્ક

આ પણ વાંચો - ડો. મનસુખભાઇ માંડવીયાનું ગોંડલ ખાતે કરાયું ભવ્ય સ્વાગત, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.