Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bodeli : સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઇફાઈ પહોંચાડવાનું કામ આજે પૂર્ણ થયું : PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે અમદાવાદ સાયન્સ સિટી ખાતેના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ સિટી ખાતે પીએમ મોદીએ વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ છોટ ઉદેપુરના બોડેલી ખાતે 5 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું...
bodeli    સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઇફાઈ પહોંચાડવાનું કામ આજે પૂર્ણ થયું   pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે અમદાવાદ સાયન્સ સિટી ખાતેના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ સિટી ખાતે પીએમ મોદીએ વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ છોટ ઉદેપુરના બોડેલી ખાતે 5 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કેમ છો બધા, ઘણા દિવસે બોડેલી આવ્યો છું. પહેલા તો કદાચ વર્ષમાં બે-ત્રણ વખત આવવાનું થતું અને તેના પહેલા તો વાર-તહેવારે બોડેલી આંટો મારતો હતો. મારા આદિવાસી ભાઇઓ-બહેનોના દર્શન કરવાનો મોકો મળ્યો છે. 5 હજાર કરોડ કરતા પણ વધુના પ્રોજક્ટના લોકાર્પણ અને શિલાન્યાસનો મને અવસર મળ્યો છે. ગુજરાતના 22 જિલ્લા અને સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઇફાઈ પહોંચાડવાનું કામ આજે પૂર્ણ થયું છે.

Advertisement

બોડેલીમાં PM મોદી સભા સંબોધન કર્યું છે. જેમાં ભારત માતકી જય સાથે સંબોધન શરૂ કર્યું હતુ. તેમાં કેમ છો બધાના સાદ સાથે જણાવ્યું કે બહુ દિવસે બોડેલી આવ્યો છુ. પહેલા વર્ષમાં બે ત્રણ વાર બોડેલી આવી જતો હતો. ગામડાઓને વાઇફાઇ પહોંચાડવાનું કામ આજે પૂ્ર્ણ થયુ છે. આ ઇ ગ્રામ, વિશ્વગ્રામની એક ઝલક છે. ગામડામાં રહેતા લાખો ગ્રામીણ લોકોને મોબાઇલ નવો નથી. છોકરો બહાર ભણતો હોય તો વીડિયો કોલથી વાત કરે છે. હવે તેમને વાઇ-ફાઇની સુવિધા મળવાની છે. આ ઉત્તમ ભેટ માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન.

Advertisement

બધા એમ કહે છોટાઉદેપુર જિલ્લો મોદી સાહેબે આપ્યો

અહીં બધા એમ કહે છોટાઉદેપુર જિલ્લો મોદી સાહેબે આપ્યો છે. લોકો આજે પણ યાદ કરે કે નરેન્દ્રભાઇએ અનેક યોજનાઓ આપી છે. CM હતો તે પહેલા પણ અહીંના લોકો સાથે નાતો રહ્યો છે. પહેલા એક સામાન્ય નાગરિક તરીકે બસમાં આવતો હતો. લેલેદાદાની ઝૂંપડીમાં હું રહેતો હતો. છોટાઉદેપુર, સંતરામપુર, ગોધરા, હાલોલ, કાલોલ જતો. સમય મળે તો કાયાવરણ જઇ ભોળેનાથના દર્શન કરી આવતો. સાવલીમાં શિક્ષણના અનેક કામો થતા. આજે ખૂબ જૂના જૂના લોકોના દર્શન કરવાનો મોકો મળ્યો છે. મે છોટાઉદેપુરની પરિસ્થિતિ ખૂબ નજીકથી જોયુ છે. આદિવાસી પટ્ટાને ખૂબ ઝીણવટપૂર્વક જોયો છે. સરકારમાં આવ્યો એટલે આદિવાસી પટ્ટા માટે કામ કર્યા છે. ગરીબોના પડકારો શું હોય તે મને બરાબર ખબર છે. તેમની સમસ્યાઓ દૂર કરવા મથામણ કરતો હોઉં છુ. દેશભરમાં ગરીબો માટે 4 કરોડથી વધારે પાકા ઘર બનાવ્યા છે. પહેલાની સરકારમાં ગરીબનું ઘર એક ગણતરી હોય. અમારે ગરીબનું ઘર બને એટલે તેને ગરીમા મળે. આ ઘરો અમારા આદિવાસી ભાઇ બહેનોને મળ્યા. આદિવાસીઓને સીધા પૈસા તેમના ખાતામાં જમા થાય છે. પોતાની મરજી પ્રમાણેનું ઘર આદિવાસીઓ બનાવે છે. લાખો ઘર બહેનોના નામ પર થયા છે.

એક એક ઘર દોઢ દોઢ બે બે લાખ રૂપિયાના બન્યા

એક એક ઘર દોઢ દોઢ બે બે લાખ રૂપિયાના બન્યા છે. મારી લાખો બહેનો લખપતિ દીદી બની ગઇ છે. મારા નામે હજુ ઘર નથી, દેશની લાખો દીકરીઓના નામે ઘર છે. આદિવાસી પટ્ટીમાં કહે નેવાના પાણી મોભે ન ચઢે. અમે નેવાના પાણી મોભે ચઢાવી નળથી જળ આપ્યુ છે. આજે હર ઘર ગુજરાતમાં પાણી પહોંચાડવાનો પ્રયત્ન છે. અહીં લોકો વચ્ચે જે કામ કર્યા તે દિલ્હીમાં ખૂબ કામ આવે છે. ત્યાંથી જે કામ કરું છું તે તમામ લોકોને ગમે છે. 10 કરોડ પરિવારોમાં પાઇપથી પાણી ઘરમાં પહોંચે છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણને લગતા કામ વધુ થયા છે. છેલ્લા બે દશકમાં શિક્ષણ ક્ષેત્રે બહોળો વિકાસ થયો છે. ઉચ્ચ શિક્ષણ માટેના દાયરાને વિકસિત કર્યો છે. દેશમાં નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી છે. 3 દાયકાથી અટકેલા કામોને વેગ આપવામાં આવ્યો છે.

બોડેલીથી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

બોડેલીથી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. જેમાં રૂ.5206 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કાર્યોનું લોકાર્પણ કર્યું છે જેમાં રૂ.1426 કરોડના ખર્ચે સ્માર્ટરૂમ, કોમ્પ્યુટર લેબ બનાવાશે. નવીન વર્ગ ખંડ સહિતની સુવિધાઓ ઉભી કરાશે. 7500 ગામડાઓમાં વાઇ - ફાઇ સુવિધા શરૂ કરાશે. 20 લાખથી વધુ લોકોને વાઇ - ફાઇ સુવિધા મળશે. તથા રૂ.277 કરોડના માર્ગ અને મકાન વિભાગના કાર્યોનું લોકાર્પણ કર્યું છે. રૂ.251 કરોડના શહેરી વિકાસ વિભાગના કાર્યોનું લોકાર્પણ થયુ છે. રૂ. 80 કરોડના પાણી પુરવઠા વિભાગના કાર્યોનું લોકાર્પણ તથા દાહોદમાં નવોદય વિદ્યાલયનું લોકાર્પણ PM મોદીએ કર્યું છે. તથા દાહોદમાં નવા FM સ્ટુડિયોનું લોકાર્પણ.

આ  પણ  વાંચો -ભારત થોડા વર્ષોમાં દેશની ટોપ-થ્રી ઇકોનોમીમાં શામેલ હશે, આ મારી ગેરંટી છેઃ PM મોદી

Tags :
Advertisement

.