Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Elections 2024 : ગુજરાતની 23 બેઠકો પર BJP, 2 પર કોંગ્રેસ આગળ, જાણો કઈ બેઠક પર કોણ આગળ ?

લોકસભા ચૂંટણી માટે (Lok Sabha Elections 2024) આજે દેશભરમાં 543 લોકસભા બેઠકોમાંથી 542 પર મતગણતરી થઈ રહી છે. ગુજરાતની સુરત (Surat) બેઠકને બાદ કરતા 25 બેઠક પર મતગણતરી થઈ રહી છે. ત્યારે પ્રથમ રૂઝાન સામે આવ્યા છે. અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ...
lok sabha elections 2024   ગુજરાતની 23 બેઠકો પર bjp  2 પર કોંગ્રેસ આગળ  જાણો કઈ બેઠક પર કોણ આગળ

લોકસભા ચૂંટણી માટે (Lok Sabha Elections 2024) આજે દેશભરમાં 543 લોકસભા બેઠકોમાંથી 542 પર મતગણતરી થઈ રહી છે. ગુજરાતની સુરત (Surat) બેઠકને બાદ કરતા 25 બેઠક પર મતગણતરી થઈ રહી છે. ત્યારે પ્રથમ રૂઝાન સામે આવ્યા છે. અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ, બનાસકાંઠા, ભરૂચ, રાજકોટ (Rajkot), અમેરલી, બનાસકાંઠા (Banaskantha), જામનગર, પાટણ સહિતની લોકસભા બેઠક પર મતગણતરી શરૂ થઈ ગઈ છે.

Advertisement

ગુજરાતની 23 બેઠકો પર ભાજપ અને 2 બેઠક કોંગ્રેસ પાર્ટી આગળ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પ્રથમ રૂઝાનમાં (Lok Sabha Elections 2024) ગુજરાતની 23 બેઠકો પર ભાજપ અને 2 બેઠક કોંગ્રેસ પાર્ટી આગળ ચાલી રહી છે. ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ (Amit Shah) આગળ ચાલી રહ્યા છે. પોરબંદરમાં bjp ના મનસુખ માંડવિયા આગળ ચાલી રહ્યા છે. રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. જ્યારે આણંદ બેઠક પરથી મિતેષ પટેલ આગળ ચાલી રહ્યા છે. પાટણ બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર ચંદનસિંહ ઠાકોર આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના (Congress) ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે.

Advertisement

આ બેઠકો પર BJP ઉમેદવાર આગળ

જૂનાગઢની (Junagadh) વાત કરીએ તો ભાજપના રાજેશ ચુડાસમા આગળ ચાલી રહ્યા છે. ખેડાની વાત કરીએ તો ભાજપના દેવુસિંહ ડાભી આગળ ચાલી રહ્યા છે. બારડોલીથી (Bardoli) ભાજપના પ્રભુ વસાવા આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠા (Sabarkantha) બેઠક પરથી ભાજપના શોભના બારૈયા આગળ ચાલી રહ્યા છે. દાહોદ બેઠકની વાત કરીએ તો જશવંતસિંહ ભાભોર આગળ ચાલી રહ્યા છે. કચ્છથી ભાજપના વિનોદ ચાવડા (Vinod Chavda) આગળ ચાલી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા હાલ આગળ ચાલી રહ્યા છે. જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી જસમુખ પટેલ (Jasmukh Patel) આગળ ચાલી રહ્યા છે. ભરૂચ બેઠક પરની વાત કરીએ તો ચૈતર વસાવા હાલ પાછળ ચાલી રહ્યા છે જ્યારે મનસુખ વસાવા આગળ છે. જો કે, બંને વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat: ગુજરાતની આ પાંચ વિધાનસભા બેઠકો પર જનતાની ખાસ નજર, જાણો ક્યાથી કોણ છે મેદાને…

આ પણ વાંચો - ElectionsResults : આજે ‘ફાઇનલ ડે’… સૌથી લોકપ્રિય ભરૂચ અને બનાસકાંઠા બેઠક પર આવી છે મતગણતરીની ખાસ તૈયારીઓ

આ પણ વાંચો - Lok Sabha Elections : મતગણતરી પહેલા જ BJP એ આ બેઠક પર મેળવી લીધી જીત, જાણો વિગત

Tags :
Advertisement

.