Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં અહીં મળી દારૂની છૂટ', રાજ્ય સરકારના નિર્ણય પર વિપક્ષના પ્રહાર

ગાંધીનગરમાં આવેલ GIFT Cityમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. વેપારને વેગ આપવા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાઈ છે. ત્યારે હવે આ નિર્ણય પર વિપક્ષ આક્રમક બન્યું છે. મહત્વનું છે કે, ગિફ્ટી સિટીમાં...
ગુજરાતમાં અહીં મળી દારૂની છૂટ   રાજ્ય સરકારના નિર્ણય પર વિપક્ષના પ્રહાર

ગાંધીનગરમાં આવેલ GIFT Cityમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. વેપારને વેગ આપવા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાઈ છે. ત્યારે હવે આ નિર્ણય પર વિપક્ષ આક્રમક બન્યું છે. મહત્વનું છે કે, ગિફ્ટી સિટીમાં દારૂની છુટ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યા છે.

Advertisement

Advertisement

આ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાજપ સરકાર ગાંધીની જન્મભૂમિ, જૈનોની તિર્થ ભૂમિ અને ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ એવા ગુજરાતમાં દારૂબંધીને પાછળા બારણે છૂટ આપવામાં પેરવી કરી રહી છે.ગુજરાતમાં બહારથી રોકાણ કરવા આવતા ઉદ્યોગપતિઓ જાણે છે કે, મજૂર અને કારીગર દારૂના અવળા રસ્તે નહીં જાય. આ દારૂબંધીના કારણે જ ગુજરાતનો વિકાસ છે. આટલું જ નહીં, રાતે 2-3 વાગ્યે દીકરીઓ દાંડિયા-રાસમાંથી એકલી સ્કૂટર કે રિક્ષામાં બેસીને ઘરે જઈ શકે છે.

Advertisement

1992નો એ સમય ક્યારેય નહીં ભૂલાય. આખા દેશમાં સૌથી વધુ મૂડી રોકાણ ગુજરાતમાં આવ્યું હતુ. એશિયાની બે સૌથી મોટી રિફાઈનરી એસ્સાર અને રિલાયન્સ જામનગરમાં આવી. જનરલ મોટર્સનું કારખાનું આવ્યું. જેના પરિણામે આખો ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો. જેનું મુખ્ય કારણ ગુજરાતની દારૂબંધી હતી.

વધુમાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, જે શહેરનું નામ મહાત્મા ગાંધી સાથે સંકળાયેલું છે, તે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટનો સરકારના નિર્ણયથી હું વ્યથિત છું. ગિફ્ટ સિટીની આસપાસ રહેણાંક વિસ્તાર પણ છે. જો કોઈ દારૂ પીધેલો પકડાય અને કહે, હું ગિફ્ટ સિટીમાંથી આવું છુ, તો તે છૂટી જશે.

ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી શું  કહ્યું 

બીજી તરફ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ. આ માત્ર બાપુનું નહીં, તમામ ગુજરાતીઓનું અપમાન છે.

ગુજરાતમાં અહીં મળી દારૂની છૂટ, જાણો કોને મળશે પરમિશન

ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે.ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં "વાઈન એન્ડ ડાઈન" ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવાયો છે.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ-માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી "વાઈન એન્ડ ડાઈન"આપતી ગીફટ સીટીની હોટેલ્સ-રેસ્ટોરેન્ટસ-કલબમાં લીકરનું સેવન કરી શકશે.આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ-રેસ્ટોરેન્ટસ-કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે

આ  પણ  વાંચો  -ગાંધીના ગુજરાતમાં દારૂ ‘મુક્તિ’! ગિફ્ટ સિટીમાં દારૂના સેવનને લઈ સરકારનો મોટો નિર્ણય

Tags :
Advertisement

.