Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kshatriya Samaj Mahasanmelan : આજે 50 હજાર લોકોની હાજરીમાં અહીં યોજાશે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન! વાંચો વિગત

Kshatriya Samaj Mahasanmelan : રાજ્યમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections) રંગ જામ્યો છે. પરંતુ, ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) અંગે પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) ટિપ્પણીના વિવાદે ભારતીય જનતા પાર્ટી (BJP) ની ચિંતા વધારી છે. જો કે, રાજપૂત સમાજના કેટલાક આગેવાનો અને...
kshatriya samaj mahasanmelan   આજે 50 હજાર લોકોની હાજરીમાં અહીં યોજાશે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન  વાંચો વિગત
Advertisement

Kshatriya Samaj Mahasanmelan : રાજ્યમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections) રંગ જામ્યો છે. પરંતુ, ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) અંગે પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) ટિપ્પણીના વિવાદે ભારતીય જનતા પાર્ટી (BJP) ની ચિંતા વધારી છે. જો કે, રાજપૂત સમાજના કેટલાક આગેવાનો અને સંતોએ આ વિવાદનો સુખદ અંત લાવવા અપીલ કરી છે. પરંતુ, આ મામલે ક્ષત્રિય સમાજ અડગ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, રાજકોટ (Rajkot) ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને મંજૂરી મળી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

Advertisement

મહાસંમેલનમાં 50 હજાર લોકો ઉપસ્થિત રહેવાના અંદાજ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટ નજીક રતનપર (Ratanpar) ખાતે આજે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે સમાજને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી છે. રમજુભા જાડેજા (Ramjubha Jadeja) દ્વારા પોલીસ પાસે આ મહાસંમેલન માટે મંજૂરી માંગવામાં આવી હતી. પોલીસે મંજૂરી આપતા હવે આ મહાસંમેલન રતનપર ખાતે સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી યોજાશે. ક્ષત્રિય સમાજના આ કાર્યક્રમમાં અંદાજિત 50 હજાર લોકો ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલન ક્ષત્રિય અસ્મિતા સંમેલનના (Kshatriya Asmita Sammelan) નેજા હેઠળ યોજાશે. નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરે તે પહેલાં ક્ષત્રિય સમાજ દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 16 મીએ રૂપાલા ફોર્મ ભરશે

ક્ષત્રિય સમાજના કાર્યક્રમને (Kshatriya Samaj Mahasanmelan) લઈ રાજકોટ પોલીસ (Rajkot Police) પણ એલર્ટ મોડ પર છે. કાર્યક્રમ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે રાજકોટ પોલીસે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યા છે. આ કાર્યક્રમને લઈ DCB, SOG, LCB, સ્થાનિક પોલીસ સહિતના 500 થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. જણાવી દઈએ કે, કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પરથી બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) રામનવમીના એક દિવસ પહેલા એટલે 16 મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા રૂપાલા મહાજનસભા યોજીને શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે. આ મહાજનસભામાં ભાજપના (BJP) દિગ્ગજ નેતાઓ અને 25 હજારથી વધુ કાર્યકરો હાજર રહેશે.

Advertisement

આ પણ વાંચો - રૂપાલાને સૌથી મોટી રાહત! ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંતોએ આપી માફી

આ પણ વાંચો - Raj Shekhawat : ગુજરાતમાં ક્ષત્રિયોના અપમાનના નામે કર્યો વિરોધ પણ રાજસ્થાનમાં….!

આ પણ વાંચો - Kathi Kshatriya : ‘ગઇ કાલે જે કહેવાયું તે અર્ધ સત્ય, આજે પૂર્ણ સત્ય કહીએ છીએ’

Tags :
Advertisement

Trending News

.

×