Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kshatriya Samaj : ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું- રાજપૂત સમાજનાં આંદોલનનો કોઈ..!

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી ઉમેદવારો માટે નામાંકનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા રાજકોટ (Rajkot) બેઠક પરથી બીજેપીના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala)...
08:20 PM Apr 16, 2024 IST | Vipul Sen

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી ઉમેદવારો માટે નામાંકનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા રાજકોટ (Rajkot) બેઠક પરથી બીજેપીના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) વિરોધ હાલ પણ યથાવત છે. આ મામલે, આજે અમદાવાદના (Ahmedabad) ગોતા ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, રાજપૂત સમાજનું આંદોલન સ્વયંભૂ છે, આનો કોઈ નેતા નથી. સાથે જ આગામી સમયમાં પણ વિરોધ યથાવત રહેશે તેવા સંકેત પણ આપ્યા હતા.

રાજપૂત સમાજનું આંદોલન સ્વયંભૂ છે : કરણસિંહ ચાવડા

લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે આજે ગોતાના (Gota) રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની (Kshatriya Samaj SanKalan Samiti) પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણી એવા કરણસિંહ ચાવડા (Karan Singh Chawda) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજપૂત સમાજનું આંદોલન સ્વયંભૂ છે. આ જનઆંદોલન છે, આનો કોઈ જ નેતા નથી. તેમણે કહ્યું કે, ગઈકાલે સરકારે પણ મહાસંમેલનના વખાણ કર્યા હતા. આ સાથે તેમણે સંકેત આપતા કહ્યું કે, આગામી દિવસોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો કરીશું.

શાંતિ-સંયમથી વિરોધ કરવા અપીલ

કરણસિંહ ચાવડાએ કહ્યું કે, રાજકોટમાં (Rajkot) કાર્યકર્તાઓની અટકાયત થઈ તેથી મામલો ઉગ્ર બન્યો છે. તેમણે અપીલ કરતા કહ્યું કે, બંધારણે હક આપ્યો પરંતુ આપણે શાંતિ-સંયમથી વિરોધ કરવાનો છે. જણાવી દઈએ કે, ગત મોડી રાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR. Patil), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) હાજર રહ્યા હતા. બીજી બાજુ ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની (Kshatriya Samaj) સંકલન સમિતિની પણ મહત્ત્વની બેઠક મળી હતી. આ બંને બેઠકમાં ક્ષત્રિય આંદોલનને લઈને મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો - ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક, શું આજે બનશે આંદોલનની અંતિમ રાત?

આ પણ વાંચો - Congress : 2 દિવસમાં કોંગ્રેસના 3 ઉમેદવારો થયા ભાવુક

આ પણ વાંચો - Parshottam Rupala : જાણો રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ ક્ષત્રિયો માટે શું કહ્યું?

Tags :
AhmedabadBJPChief Minister Bhupendra PatelGotaGujarat FirstGujarati NewsHome Minister Harsh SanghviKaran Singh ChawdaKSHATRIYA SAMAJKshatriya Samaj MahaSammelanKshatriya Samaj SanKalan SamitiLok Sabha ElectionsParshottam RupalaParshottam Rupala Controvercypolitical atmosphereRAJKOTstate president CR Patil
Next Article