Gujarat lok Sabha Eleciton : જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી
લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની (Lok Sabha Election 2024) તારીખોની જાહેરાત આજે રાષ્ટ્રીય ચૂંટણી પંચ (National Election Commission) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવી છે. આ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે આ વખતે દેશમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. મતદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન (અંતિમ તબક્કો) સુધી ચાલશે. ચૂંટણીના પરિણામો (Election Result) 4 જૂને જાહેર થશે. ગુજરાતમાં (Gujarat lok Sabha Eleciton) 26 લોકસભા બેઠકો સાથે ખાલી રહેલી વિધાનસભા બેઠકો (Gujarat Assembly Eleciton) માટે પણ ચૂંટણીની તારીખોની જાહેરાત કરાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ગૃહપ્રધાન અમિત શાહના (Home Minister Amit Shah) ગૃહ રાજ્ય એવા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો (Gujarat lok Sabha Eleciton) માટે એક જ દિવસે મતદાન થશે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાશે. જયારે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે.
આ વિધાનસભા બેઠકો પર યોજાશે
ત્રીજા તબક્કામાં ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી યોજાશે, જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા (Waghodia), માણાવદર અને પોરબંદરનો (Porbandar) સમાવેશ થાય છે. માહિતી મુજબ, 12 એપ્રિલે ગુજરાતમાં નોટિફિકેશન જાહેર થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 4 જૂનના રોજ લોકસભા, વિધાનસભાનું એક જ દિવસે પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો - LOKSABHA 2024 ELECTION : આતુરતાનો અંત, આ તારીખોમાં યોજાશે ચૂંટણી
આ પણ વાંચો - Lok Sabha Election 2024 Live : લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કાનું 19 એપ્રિલે મતદાન, 4 જૂને મતગણતરી
આ પણ વાંચો - Modi government Action: યાસીન મલિકની પાર્ટી પર હજી પાંચ વર્ષનો પ્રતિબંધ, કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી ચેતવણી