Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda : મહુધાના પૂર્વ ધારાસભ્ય BJPમાં જોડાયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું - કોંગ્રેસ મુક્ત ભારતને બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ..!

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ઉથલપાથલ શરૂ થઈ ગયું છે. ચૂંટણી પહેલા ધારાસભ્યો દ્વારા એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાવવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલા ખેડામાં (Kheda) મહુધાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પક્ષપલટો...
kheda   મહુધાના પૂર્વ ધારાસભ્ય bjpમાં જોડાયા  જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું   કોંગ્રેસ મુક્ત ભારતને બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ઉથલપાથલ શરૂ થઈ ગયું છે. ચૂંટણી પહેલા ધારાસભ્યો દ્વારા એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાવવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલા ખેડામાં (Kheda) મહુધાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ અંગે નિવેદન આપ્યું છે.

Advertisement

ખેડામાં (Kheda) મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમાર (Indrajit Singh Parmar) ભાજપમાં જોડાયા છે. ત્યારે પક્ષપલટાને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખરનું ( Congress president Chandrasekhar) નિવેદન સામે આવ્યું છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહનું (Indrajit Singh) વર્તન પાર્ટી વિરોધી હતું. તેમણે કહ્યું કે, ઈન્દ્રજિતસિંહ બીજેપીની (BJP) દબાણની નીતિમાં ભાજપમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખરે કહ્યું કે, ઈન્દ્રજિતસિંહ ભાજપમાં જોડાતા કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય. કોંગ્રેસ મુક્ત ભારતને બદલે હાલ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર

Advertisement

સી.જે. ચાવડાએ પણ આપ્યું રાજીનામું

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી ઘણા નેતાઓ બીજેપીમાં જોડાયા છે. જ્યારે બીજેપીએ (BJP) કોંગ્રેસ મુક્ત ભારતનો સંકલ્પ લીધો છે. જો કે, આ અંગે જિલ્લા કોંગ્રેસ (Congress) પ્રમુખ ચંદ્રશેખરે (Kheda) કહ્યું કે, એમને ગૌરવ છે કે ભાજપનું સૂત્ર હતું કે 'કોંગ્રેસ મુક્ત ભારત' પરંતુ હાલમાં 'કોંગ્રેસ યુક્ત ભાજપ' થઈ રહ્યું છે.

ચંદ્રશેખરે કહ્યું કે, ઈન્દ્રજિતસિંહના પિતાશ્રી 6 ટ્રમથી જીતતા આવ્યા છે અને તેઓની DNA જ કોંગ્રેસ છે. જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ તૂટતી નજરે પડી રહી છે. થોડા દિવસો પહેલા ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા (C.J.Chavda) એ રાજીનામું આપ્યું હતું. હજુ તો આ નેતાએ પક્ષનો ત્યાગ જ કર્યો છે કે સમાચાર આવ્યા હતા કે, પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, આ અંગે તેમણે બાદમાં ખુલાસો કર્યો કે આ અફવાઓ છે અને તેના પર ધ્યાન આપવામાં ન આવે. સૂત્રોની માનીએ તો ભલે અર્જુન મોઢવાડિયાએ પક્ષને છોડ્યો ન હોય પણ તે નારાજ છે તેવી ચર્ચાઓ સતત થઇ રહી છે.

Advertisement

આ પણ વાંચો - Harsh Sanghvi : યુવાનોને હર્ષ સંઘવીની અપીલ, કહ્યું- તમારો એક એક વોટ સૌના ભવિષ્ય માટે જરૂરી…

Tags :
Advertisement

.