Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh : '150 પરિવાર ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે...' દલિત સમાજના અગ્રણીએ Video બનાવી ઉચ્ચારી ચીમકી

જુનાગઢના (Junagadh) દલિત યુવાનના અપહરણ બાદ માર મારવાનો મામલે 8 જુલાઈના રોજ જુનાગઢ અને મોટી મોણપરી ગામે અનુસૂચિત જાતિ સમાજનું મહાસંમેલન યોજાવવાનું છે. ત્યારે આ પહેલા દલિત સમાજ (Dalit Samaj) અગ્રણી રાજુ સોલંકીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ...
01:09 PM Jul 06, 2024 IST | Vipul Sen

જુનાગઢના (Junagadh) દલિત યુવાનના અપહરણ બાદ માર મારવાનો મામલે 8 જુલાઈના રોજ જુનાગઢ અને મોટી મોણપરી ગામે અનુસૂચિત જાતિ સમાજનું મહાસંમેલન યોજાવવાનું છે. ત્યારે આ પહેલા દલિત સમાજ (Dalit Samaj) અગ્રણી રાજુ સોલંકીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ 'અમારી માગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ઇસ્લામ ધર્મ અપનાવીશું' તેવી ચીમકી ઉચ્ચારતા નજરે પડી રહ્યા છે.

8 મીએ અનુસૂચિત જાતિ સમાજનું મહાસંમેલન

જુનાગઢના (Junagadh) દલિત યુવક સંજય સોલંકી (Sanjay Solanki) નામના યુવકનું થોડા દિવસ પહેલા અપહરણ કરીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ કેસમાં ગોંડલ (Gondal) ધારાસભ્યના પુત્ર અને આરોપી ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત અન્ય કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ મામલે MLA ગીતાબા જાડેજાનું (MLA Geetaba Jadeja) રાજીનામુ લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ સંદર્ભમાં 8 જુલાઈનાં રોજ જુનાગઢ અને મોટી મોણપરી ગામે અનુસૂચિત જાતિ સમાજનું મહાસંમેલન યોજાવવાનું છે. આ પહેલા દલિત સમાજના અગ્રણી રાજુ સોલંકીએ એક વીડિયો થકી ચીમકી ઉચ્ચારી છે.

150 પરિવાર ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે : રાજુ સોલંકી

રાજુ સોલંકીએ (Raju Solanki) વીડિયો બનાવી જણાવ્યું કે, 'અમે નક્કી કર્યું છે કે ઓછામાં ઓછા 2 લાખ બાઈક અને 5 હજાર પીડિતોને લઈ ગાંધીનગર (Gandhinagar) જવાનું છે. અમે મુખ્યમંત્રી, રાજ્યપાલ અને કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખને આવેદન પત્ર આપીશું. અમારી માગ છે કે MLA ગીતાબા જાડેજાનું (MLA Geetaba Jadeja) રાજીનામું લેવામાં આવે અને જયરાજસિંહની (Jayaraj Singh) ધરપકડ કરવામાં આવે.' આ સાથે તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, 'જો અમારી માગ સ્વીકારવામાં નહીં આવે તો 150 સોલંકી પરિવાર ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે.' તેમણે કહ્યું કે, 15 ઓગસ્ટ રજૂઆત કરવા ગાંધીનગર જશે તેની સત્તાવાર જાહેર 8 જુલાઈના રોજ આયોજિત અનુસૂચિત જાતિ સંમેલન કાર્યક્રમમાં કરાશે.

 

આ પણ વાંચો - Live: વાંચો…Rahul Gandhiની મુલાકાતની પળેપળની માહિતી

આ પણ વાંચો - Kunvarji Bavaliya : કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ડે. CM બનશે ? દિલ્હી સુધી રજૂઆત!

આ પણ વાંચો - Amit Shah in Gujarat : આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી, જાણો કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

Tags :
Chief MinisterDalit CommunityDalit SamajGandhinagarGanesh GondalGondal MLAGovernorGujarat FirstGujarati NewsIslamJunagadhMLA Geetaba JadejaRAJKOTRaju SolankiSanjay Solankistate president
Next Article