રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ગૌમાતા અને હિંદુ પરના નિવેદનથી વિવાદ
ગુજરાતના રાજ્યપાલ (governor) આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) નર્મદા જિલ્લામાં 'પ્રકૃતિના ખાળામાં જૈવિક ખેતી' વિષય પરના એક સેમિનારમાં બુધવારે હાજરી આપી હતી. અહીં તેમણે પોતાના સંબોધિતમાં જણાવ્યું હતું કે, તમે ગૌ માતાની જય તો ખૂબ બોલાવો છો, પૂજા પણ કરો છો, તિલક પણ લગાવો છો, ઘંટી પણ વગાડો છો પણ બિચારી દુધ નથી આપતી તો ઘરની બહાર કાઢી મુકો છો.તેમણે કહ્યું કે, ગૌ માતાની જય હો, ગૌ માતાની જય હો, ના દુધ પીઓ છો, ના
Advertisement
ગુજરાતના રાજ્યપાલ (governor) આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) નર્મદા જિલ્લામાં 'પ્રકૃતિના ખાળામાં જૈવિક ખેતી' વિષય પરના એક સેમિનારમાં બુધવારે હાજરી આપી હતી. અહીં તેમણે પોતાના સંબોધિતમાં જણાવ્યું હતું કે, તમે ગૌ માતાની જય તો ખૂબ બોલાવો છો, પૂજા પણ કરો છો, તિલક પણ લગાવો છો, ઘંટી પણ વગાડો છો પણ બિચારી દુધ નથી આપતી તો ઘરની બહાર કાઢી મુકો છો.
તેમણે કહ્યું કે, ગૌ માતાની જય હો, ગૌ માતાની જય હો, ના દુધ પીઓ છો, ના ગાય પાળો છો અને ગૌ માતાની જય હો. તેથી હું કહું છું આ હિંદુ સમાજ ઢોંગી નંબર વન છે. તેમણે વધુમાં કહ્યું કે, તે ના તો દુધ પીવે છે ના તો ગાય પાળે છે બસ ગૌ માતાની જય કરે છે. શું થઈ જઈ જશે ગૌમાતાની જય? ગૌ માતાને સમજો જાણો, તે જ સાચા અર્થમાં ગૌ માતાનું સમ્માન હશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના (Acharya Devvrat) આ નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. સોશિયલ મીડિયા (social Media) પર આ મુદ્દે ચર્ચા જાગી છે. ઘણાં લોકો તેમના આ નિવેદનનું સમર્થન કરતા જોવા મળ્યા તો ઘણાંએ તેને વાંધાજનક ગણાવ્યું છે. નીરજ કુમાર નામના એક યૂઝરે લખ્યું, હવે જોઉં છું કેટલાની લાગણી દુભાય છે. અમરદીપ નામના અન્ય એક યૂઝરે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાને ટેગ કરીને લખ્યું કે, આ વિશે કંઈક બોલો. જ્યારે પ્રકાશ ગોડબોલેએ લખ્યું કે, બિલકુલ સાચું કહ્યું, ખોટું શું છે તેમાં?
ઉલ્લેખનીય છે કે, આચાર્ય દેવવ્રતને (Acharya Devvrat) પોતે ગૌપ્રમી છે અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના હિમાયતી તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ અનેક મંચ પરથી કહેતા રહે છે કે ગૌ આધારિત ખેતીથી કોઈ ખાતરની જરૂર નહી પડે. આ ખાદ્યાન્નથી આરોગ્ય તો સારૂ રહેશે જ સાથે સાથે ખેડુતોની આવક પણ બે ગણી થઈ જશે.જણાવી દઈએ કે, રાજ્યપાલ બન્યા પહેલા આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સક્રિય રીતે આર્ય સમાજ સાથે જોડાયેલા રહ્યાં છે અને ગુરૂકુળનું કામ જોતા હતા. અહીં તેઓ ગૌસેવાથી લઈને પ્રાકૃતિક ખેતી પર પોતાની પહેલને લઈને ચર્ચામાં રહ્યાં.
રાજભવનમાં ગૌશાળા બનાવેલી છે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાયોના પાલનમાં ખૂબ રસ ધરાવે છે જ્યારે તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે પણ તેમણે 'એક ઘર, એક ગાય’નો નારો આપ્યો હતો અને રાજભવનમાં ગાય રાખી હતી. આ ગાય માટે આરામદાયક વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને ગાંધીનગર ખાતે રાજભવનમાં વૈદિક પરંપરાને અનુસરીને એક ગૌશાળા બનાવી છે. રાજભવનની ગૌશાળામાં ગીર ગાય અને તેના વાછરડાને રાખવામાં આવ્યા છે.
Advertisement