Ganesh Gondal Case : ઓળખ પરેડમાં ડમી આરોપી રજૂ કરાયાં! ફરિયાદી પિતાનો ગંભીર આરોપ
Ganesh Gondal Case : જુનાગઢના (Junagadh) દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી ઢોર માર મારવા મામલે આરોપીઓની ઓળખ પરેડમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદી સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ (Raju Solanki) મોટો આરોપ લગાવતા કહ્યું કે, ગણેશ ગોંડલ સામેના કેસમાં ડમી આરોપી રજૂ કરાયાં હતા. પીડિત યુવકે ઓળખ પરેડમાં ત્રણ ડમી આરોપીને નકારી કાઢ્યા છે. ફરિયાદીએ સરપંચ સહિતનાં 4 આરોપીના ફોટા સાથેના નામ પોલીસને સોંપ્યા છે. આ સાથે પીડિત યુવકના પિતા રાજુ સોલંકીએ અસલી આરોપીને પકડવા માગ કરી છે.
ડમી આરોપી રજૂ કરાયા હોવાનો ઘટસ્ફોટ
જુનાગઢના (Junagadh) દલિત યુવાન સંજુ સોલંકીના (Sanju Solanki) અપહરણ અને હુમલાના કેસમાં (Ganesh Gondal Case) ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત 11 શખ્સોની ધરપકડ કરાઈ હતી. જો કે, આ હાઈપ્રોફાઇલ કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, ગણેશ જાડેજા (Ganesh Jadeja) સામેના કેસમાં ડમી આરોપી રજૂ કરાયાનો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદી સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ગણેશ ગોંડલ સામેના કેસમાં ડમી આરોપી રજૂ કરાયાં હતાં.
અસલી આરોપીઓને પકડવા માગ
માહિતી મુજબ, ભોગ બનનાર યુવકે ઓળખ પરેડમાં બે ડમી આરોપીના ચહેરાને નકારી કાઢ્યા હતા. દિપક રૂપારેલિયા (Deepak Ruparelia), ધર્મેન્દ્રસિંહ અને અજાણ્યા ઈસમને બદલે ડમી આરોપી રજૂ કરાયાં હતા. ઓળખ પરેડ દરમિયાન 3 ડમી હોવાનું રાજુ સોલંકીએ (Raju Solanki) દાવો કર્યો છે. ફરિયાદી યુવકે સરપંચ સહિતના 4 આરોપીનાં ફોટા સાથેના નામ પોલીસને સોંપ્યા છે. રાજુ સોલંકીએ અસલી આરોપીઓને પકડવા માગ કરી છે.
આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં દારૂની 110 બોટલ સાથે કારમાં નીકળેલા બે ઝબ્બે, 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો - Ganesh Gondal : દલિત સમાજની રેલી, સરકારને કરી આ માગ, ગણેશ ગોંડલના સમર્થનમાં 84 ગામ બંધ!
આ પણ વાંચો - Ganesh Gondal Case : ફરિયાદ કરનાર દલિત યુવક અને તેનો પરિવાર પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ!