ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Tourism News: ભારતમાં પ્રથમ વખત સમુદ્રી સીમાદર્શનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે

Gujarat Tourism News: આપણું ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતર રાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ગુજરાત ટુરિઝમ (Gujarat Tourism) દ્વારા ભૂ-સીમા નડાબેટ બાદ હવે કચ્છના અખાતમાં સરક્રિક પાસે આવેલ આંતરરાષ્ટ્રીય સીમા પાસે સમુદ્રી...
12:09 AM Feb 17, 2024 IST | Aviraj Bagda
For the first time in India, sea border sighting is going to start

Gujarat Tourism News: આપણું ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતર રાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ગુજરાત ટુરિઝમ (Gujarat Tourism) દ્વારા ભૂ-સીમા નડાબેટ બાદ હવે કચ્છના અખાતમાં સરક્રિક પાસે આવેલ આંતરરાષ્ટ્રીય સીમા પાસે સમુદ્રી સીમાદર્શન પ્રોજેક્ટ (Sea Border) થકી બોર્ડર ટુરિઝમ ડેસ્ટિનેશન (Border Tourism Destination) તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે.

ભારતમાં સમુદ્રી સીમાદર્શનનો પ્રારંભ થશે

કચ્છમાં આવતા પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ (Sea Border) વિષે જાણકારી મેળવે તેમજ અહીની સરહદ પર તૈનાત આપણાં સીમા પ્રહરી એવા BSF ના જવાનોની કામગીરીથી પરિચિત થાય તે હેતુથી ભારતમાં પ્રથમ વખત આજ થી “સમુદ્રી સીમાદર્શન” નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભારતના કચ્છ જીલ્લામાં આવેલ કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તાર જે આજદિન સુધી પ્રતિબંધિત હતો પણ આજ થી હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે.

Gujarat Tourism News

એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ થવા જઈ રહી

આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર (Sea Border) ને જોડતા દરિયે વિસ્તારમાં બોટ રાઈડ (Boat Ride) નો પણ ભાગ લઈ શકાશે. તથા આ રીતે એડવેન્ચર ટુરિઝમ (Adventure tourism) ની એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે. આ બોટ રાઈડનું સંચાલન મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હાલના તબક્કે 6 સિટર, 12 સિટર અને 20 સિટર આમ અલગ-અલગ બોટ ફાળવવામાં આવેલ છે. જે પૈકી 6 સીટરની એક બોટ આજથી સ્થળ પર કાર્યરત કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમુદ્રની ભરતી-ઓટના સમયને ધ્યાને રાખીને આ બોટ-રાઈડ (Boat Ride) ચલાવવામાં આવશે.

ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ સહયોગી છે

ટૂંક સમયમાં અંહી પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં ફ્લોટિંગ જેટી ,વોચ ટાવર, મરીન ઇન્ટરપ્રીટેશન સેન્ટર, મેન્ગ્રુંવ વોક, ફૂડ કિઓસ્ક, ઇન્ફોર્મેશન સેન્ટર, કન્વેશન સેન્ટર, પબ્લિક યુટિલિટી, BSF ઈન્ટરેકશન ફેસીલીટી, ભૂંગા રિસોર્ટ ,એડવેન્ચર પાર્ક, નેચર ટ્રેઈલસ વગેરેનો સમાવેશ થાય છે. અત્રે એ નોંધનીય છે કે આ પ્રોજેક્ટમાં ગુજરાતના પ્રવાસનની સાથે સાથે જ BSF, ફોરેસ્ટ વિભાગ, અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ સહયોગી છે જેથી આ સુવિધા થકી ક્રિક વિસ્તારમાં વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે.

રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકશે

થોડા સમય માં જ બોર્ડર રાઈડ (Boat Ride) ની સાથે સાથે પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં આવેલ ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે. જ્યાં મેન્ગરૂવના જંગલો બતાવવામાં આવશે. જેથી સમુદ્રી સીમા (Sea Border) માં બોટ રાઈડ, ટાપુની મુલાકાતની સાથે “મેન્ગરૂવ સફારી” પ્રવાસીઓને યાદગાર અનુભવ આપશે. ગુજરાત ટુરિઝમ (Gujarat Tourism) ની નારાયણ સરોવર, કચ્છમાં આવેલ હોટલ તોરણમાંથી પ્રવાસીઓ આ બોટ રાઈડ (Boat Ride) ના બુકિંગની માહિતી મેળવી સકશે ઉપરાંત લક્કી નાલાની પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકશે.

અહેવાલ કૌશિક છાંયા

આ પણ વાંચો: Sabar Dairy Election: સાબરડેરીની ચૂંટણી, સુધારેલા પેટાકાયદાથી ઉમેદવારો ગડમથલમાં

Tags :
Adventure tourismBhujboatBoat RideborderBorder Tourism DestinationBSFGujarat TourismGujaratFirstKutchoceanPakistanseaSea Bordertourism
Next Article