Mahakumbh 2025 : પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ લગાવી આસ્થાની ડૂબકી, Gujarat First સાથે કરી ખાસ વાતચીત
- ગુજરાતનાં પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા (Mahakumbh 2025)
- પ્રવાસનમંત્રીએ સંગમ સ્થાને પૂજા-અર્ચના કરીને માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કર્યું
- મહાકુંભમાં યોગી સરકારની વ્યવસ્થાઓને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ બિરદાવી
- ગુજરાત પેવેલિયનની મુલાકાત લેનાર દરેક વ્યક્તિએ તેનાં વખાણ કર્યા : પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા
Mahakumbh 2025 : સંગમનગરી પ્રયાગરાજમાં આજે શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કર્યું. વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં 73 લાખ શ્રદ્ધાળુએ પવિત્ર સ્નાન કર્યુ હતું. ત્યારે આજે ગુજરાત સરકારનાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા (Tourism Minister Mulubhai Bera) પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સંગમ સ્થાને પૂજા-અર્ચના કરીને માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કર્યું હતું. દરમિયાન, પ્રવાસન મંત્રીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી અને મહાકુંભના અનુભવ, ગુજરાત પેવેલિયન (Gujarat Pavilion in Mahakumbh) અને મહાકુંભ માટે શરૂ કરેલા વિશેષ વોલ્વો બસ અંગે માહિતી આપી હતી.
પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન કર્યું
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) બાદ રાજ્ય સરકારમાં પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા પરિવાર સાથે પ્રયાગરાજમાં મહાકુંભ પહોંચ્યા હતા. પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ પરિવાર સાથે સંગમ સ્થાને પૂજા-અર્ચના કરી હતી અને ત્યાર બાદ માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કર્યું હતું. દરમિયાન, તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને અદભુત અનુભૂતિ થઈ. મહાકુંભમાં દરરોજ અસંખ્ય લોકો આનંદ અને ઉત્સાહ સાથે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે અને આત્મશાંતિનો અનુભવ કરી રહ્યા છે.
યોગીજીની સરકારે મહાકુંભ માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે : પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા
Mahakumbh 2025 । આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ Balvantsinh Rajput અને Mulubhai Bera એ જુઓ શું કહ્યું?
પ્રયાગરાજ મહાકુંભથી ગુજરાત ફર્સ્ટનું મહાકવરેજ
સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
મહાકુંભમાં માઘ પૂર્ણિમાએ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
મહાકુંભમાં મંત્રીઓની સંગમમાં આસ્થાની… pic.twitter.com/6CsUeamRoF— Gujarat First (@GujaratFirst) February 12, 2025
પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ (Tourism Minister Mulubhai Bera) વધુમાં જણાવ્યું કે, દેશ-દુનિયામાંથી કરોડોની સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. અહીં આવતા લોકોમાં સનાતન ધર્મને લઈ અલગ પ્રકારની અનુભૂતિ જોવા મળી રહી છે. સનાતન ધર્મનાં રક્ષણ માટે મહાકુંભ ખૂબ જ જરૂરી છે. આ સાથે પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા મહાકુંભ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને તૈયારીઓને પણ બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, યોગી સરકાર દ્વારા મહાકુંભ માટે કરવામાં આવેલી તમામ વ્યવસ્થાથી અહીં આવતા દરેક શ્રદ્ધાળુ સંપૂર્ણ રીતે સંતુષ્ટ અને ખુશ છે. યોગીજીની સરકારે મહાકુંભ (Mahakumbh 2025) માટે ખૂબ જ સરસ અને સારી વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેથી મોટી સંખ્યામાં અહીં આવતા શ્રદ્ધાળુઓ ખૂબ સારો અનુભવ લઈને પાછા જાય છે. મહાકુંભથી સ્થાનિક લોકોને પણ સારો રોજગાર મળી રહ્યો છે.
આ પણ વાંચો - સંગમમાં ડૂબકી લગાવી સુનીલ શેટ્ટી થયા ભાવ વિભોર! ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે કરી Exclusive વાત
'ગુજરાત પેવેલિયનની મુલાકાત લેનાર દરેક વ્યક્તિએ તેનાં વખાણ કર્યા'
પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ મહાકુંભમાં બનેલા ગુજરાત પેવેલિયન (Gujarat Pavilion in Mahakumbh) અને ગુજરાતનાં શ્રદ્ધાળુઓ માટે શરૂ કરેલી ટ્રાન્સપોર્ટની સુવિધાઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પેવેલિયનની મુલાકાત લેનાર દરેક વ્યક્તિએ તેનાં વખાણ કર્યા છે અને કહ્યું કે ગુજરાતનાં મુખ્ય પ્રવાસન સ્થળોની જે ઝાંખીઓ બનાવવામાં આવી છે તે ખૂબ જ અદભુત અને સુંદર છે. ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળોની ઝાંખી જોઈ લોકો તેના વિષે જાણવા આકર્ષિત થયા છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જે પેલેવિયન (Gujarat Pavilion in Mahakumbh) અહીં ઊભું કરવામાં આવ્યું છે તે ખૂબ સરસ અને અદભુત છે. પ્રવાસનમંત્રીએ આગળ જણાવ્યું કે, ત્યાં જતાં શ્રદ્ધાળુઓને ગુજરાતી ભોજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં શ્રદ્ધાળુઓ માટે જે વોલ્વો બસ સેવા શરૂ કરી છે તેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મહાકુંભ આવી રહ્યા છે.
આ પણ વાંચો - Mahakumbh: આ નવું ઉત્તરપ્રદેશ છે, મહાકુંભમાં 50 કરોડ ભક્તોએ ડૂબકી લગાવી: યોગી આદિત્યનાથ
ગુજરાત ટુરિઝમ વિભાગનો અનોખો પ્રયાસ
જણાવી દઈએ કે, ગુજરાત સરકારનાં ટુરિઝમ વિભાગ (Gujarat Tourism Department) દ્વારા મહાકુંભમાં ગુજરાત પેવેલિયન બનાવવામાં આવ્યું છે, જ્યાં રાજ્યનાં વિવિધ પ્રવાસન સ્થળોની ઝાંખીઓ ઊભી કરાઈ છે અને તેના વિશે લોકોને માહિતી આપવામાં આવે છે. મહાકુંભમાં આવતા કરોડો લોકો ગુજરાત પેવેલિયનની મુલાકાત લઈને રાજ્યનાં પ્રવાસન સ્થળો અને સંસ્કૃતિ અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવે છે. ગુજરાત અને ગુજરાતની ધરોહર અંગે દેશ-વિદેશનાં લોકો જાણે અને રાજ્યનાં ટુરિઝમને વેગ મળે તે ઉદ્દેશ્ય સાથે રાજ્યનાં ટુરિઝમ વિભાગે (Gujarat Tourism) આ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.
આ પણ વાંચો - Prayagraj: મહાકુંભ પહોંચ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયનની લીધી મુલાકાત