Gujarat Congress : હવે આ નેતાએ કેસરિયો ખેસ ધારણ કર્યો, વાંચો વિગત
લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) પક્ષપલટોની શરૂઆત થઈ ચૂકી છે. અગાઉ કેટલાક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાયા હોવાની માહિતી મળી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) વધુ એક ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીના વધુ એક નેતાએ બીજેપીનો (BJP) કેસરિયો ખેસ ધરાણ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધનસુખભાઇ ગુજરાતી ( Dhansukhbhai Gujarati) ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ધનસુખભાઈ ગુજરાતીએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
સુરતમાં સી.આર. પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યો
માહિતી મુજબ, સુરત (Surat) ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધનસુખભાઇ ગુજરાતીએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગઈકાલે વડોદરા (Vadodara) જિલ્લાના વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું અને તેઓ જલદી ભાજપમાં જોડાશે. અત્યાર સુધી કોંગ્રેસના 2 ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના 1 ધારાસભ્યે રાજીનામું આપ્યું છે.
આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ માં મુખ્ય આરોપી પરેશ શાહ, ગોપાલ શાહના રિમાન્ડ મંજૂર, વાંચો અહેવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ