Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat ATS : સુસાઇડ બોમ્બર બની ખતરનાક ષડયંત્ર રચનારા 4 આંતકીઓને લઈ આવ્યા મોટા સમાચાર

આજે ગુજરાત ATS એ (Gujarat ATS) અમદાવાદ એરપોર્ટ પરથી 4 ખૂંખાર વિદેશી આતંકીઓની ધરપકડ કરી છે. આ ચારેય આંતકી શ્રીલંકાના નાગરિક છે અને ચેન્નાઇ એરપોર્ટથી (Chennai airport) વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પહોંચ્યા હતા. બાતમીના આધારે ગુજરાત ATS એ...
gujarat ats   સુસાઇડ બોમ્બર બની ખતરનાક ષડયંત્ર રચનારા 4 આંતકીઓને લઈ આવ્યા મોટા સમાચાર

આજે ગુજરાત ATS એ (Gujarat ATS) અમદાવાદ એરપોર્ટ પરથી 4 ખૂંખાર વિદેશી આતંકીઓની ધરપકડ કરી છે. આ ચારેય આંતકી શ્રીલંકાના નાગરિક છે અને ચેન્નાઇ એરપોર્ટથી (Chennai airport) વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પહોંચ્યા હતા. બાતમીના આધારે ગુજરાત ATS એ આંતકીઓની ઓળખ કરી અટક કરી હતી. આંતકીઓની પૂછપરછમાં કેટલાક મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે. ત્યારે હવે આ ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

Advertisement

આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ એરપોર્ટ પરથી આજે ગુજરાત એટીએસએ (Gujarat ATS) ચાર વિદેશી આતંકીઓની ધરપકડ કરી હતી. આ આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે અંગે DGP વિકાસ સહાયએ (DGP Vikas Sahay) પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. ત્યારે હવે એવી માહિતી મળી છે કે આતંકીઓની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા ATS એ ચારેય આરોપીઓને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કર્યા હતા. મેટ્રોપોલિટન કોર્ટે (Metropolitan Court) તમામ વિગતો જાણી આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આતંકીઓના ISIS કનેક્શન અને લોકલ સપોર્ટ અંગે ATS પૂછપરછ કરશે.

Advertisement

આત્મઘાતી હુમલાની તૈયારી, BJP અને RSS ના નેતાઓ હતા નિશાને

આ મામલે DGP વિકાસ સહાયએ (DGP Vikas Sahay) જણાવ્યું હતું કે, આ ચારેય આંતકી ચારેય આંતકવાદી પ્રતિબંધિત સંસ્થા ISIS સાથે સંકળાયેલા છે અને શ્રીલંકાના નાગરિક છે. તેમની પાસેથી ISIS નો ફ્લેગ, ભારતીય અને શ્રીલંકન ચલણ તથા બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. 4 પૈકી બે આતંકી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે. ચારેય પાકિસ્તાન (Pakistan) સ્થિત અબુના સંપર્કમાં હતા. અબુએ તેમને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા. DGP વિકાસ સહાય એ મોટો ખુલાસો કરતા કહ્યું કે, પ્રાથમિક અહેવાલ છે કે આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતા અને BJP અને RSS ના નેતાઓને નિશાન બનાવવાના હતા.

આ સવાલોના જવાબ મેળવવા ATS કરશે સઘન પૂછપરછ

. ઝડપાયેલા આતંકીઓ હથિયારોનો શું ઉપયોગ કરવાના હતા ?
. ભારતમાં આતંકવાદી કૃત્યને ક્યારે અને કંઈ જગ્યાએ અંજામ આપવાના હતા ?
. આ ચાર સિવાય બીજા કોણ કોણ આ કાવતરાંમાં સામેલ છે ?
. આંતકીઓ ભારતમાં કંઇ જગ્યાએ રોકાવાના હતા ?
. આરોપીઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કોણ કરવાનું હતું ?

Advertisement

આ પણ વાંચો - Gujarat ATS : આત્મઘાતી હુમલાનું કાવતરું ઘડનારા 4 આંતકીને ATS એ દબોચ્યા, હર્ષ સંઘવીએ કહી આ વાત

આ પણ વાંચો - Gujarat ATS : આત્મઘાતી હુમલો, BJP – RSS નેતા હતા નિશાને, ISIS સાથે જોડાણ, આંતકીઓને લઈ ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો - Gujarat ATS : અઠવાડિયાની મહેનત બાદ ઝડપાયા IS ના ખૂંખાર આતંકી

Tags :
Advertisement

.