Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

200 કરોડના ડ્રગ્સ કેસમાં 6 પાકિસ્તાનીઓના રિમાન્ડ મંજુર

હજુ એક દિવસ પૂર્વે કચ્છના અબડાસા તાલુકાના જખૌના દરિયાઈ વિસ્તારમાં એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા 200 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું તેની સાથે છ પાકિસ્તાની ઈસમો તેમજ એક બોટને પકડી પાડી હતી આ બનાવમાં આજે ભુજની એન.ડી.પી.એસ. કોર્ટમાં છ પાકિસ્તાનીઓને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે  12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે: આ સમગ્ર બનાવમાં જુદી જુદી એજન્સીઓએ તપાસ શà
200 કરોડના ડ્રગ્સ કેસમાં 6 પાકિસ્તાનીઓના રિમાન્ડ મંજુર
હજુ એક દિવસ પૂર્વે કચ્છના અબડાસા તાલુકાના જખૌના દરિયાઈ વિસ્તારમાં એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા 200 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું તેની સાથે છ પાકિસ્તાની ઈસમો તેમજ એક બોટને પકડી પાડી હતી આ બનાવમાં આજે ભુજની એન.ડી.પી.એસ. કોર્ટમાં છ પાકિસ્તાનીઓને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટે  12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે: 
આ સમગ્ર બનાવમાં જુદી જુદી એજન્સીઓએ તપાસ શરૂ કરી છે તેમજ આ કેસમાં કોના કહેવાથી મોકલાયું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે  આવનારા દિવસોમાં વધુ નવા ધડાકાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 ગુજરાત ATSનો મોટો ખુલાસો કર્યો:
 મહત્વનું છે કે પંજાબની જેલોમાંથી પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવવાનો ધંધો ચાલી રહ્યો હતો,જપ્ત કરાયેલા ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ કપૂરથલા જેલમાંથી લાવવામાં આવ્યું હતું. જેલમાં કેદ નાઈજીરીયન મૂળના એક વ્યક્તિએ ડ્રગ્સનો ઓર્ડર આપ્યો હતો.પંજાબની જેલમાં રહીને સરહદ પારથી ડ્રગ્સ મંગાવવામાં આવે છે. નાઈજીરિયન વ્યક્તિ કરાચીથી અબ્દુલ્લાના સંપર્કમાં હતો.અબ્દુલ્લાએ માછીમારોને ગુજરાત સરહદે ડ્રગ્સ લઈ જવા માટે સમજાવ્યા હતા,જગ્ગી, સરતાજ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ લેવા ગુજરાતમાં આવ્યા હતા.પાક માછીમારોનું કન્સાઈનમેન્ટ જગ્ગી અને સરતાજને ગુજરાત નજીક દરિયા કિનારે આપવાનું હતું. જેમાં જગ્ગી અને સરતાજ ગુજરાત ATSના હાથે ઝડપાઈ ગયા છે. ગુજરાત ATS કપૂરથલા જેલમાંથી નાઈજિરિયન મૂળના એક વ્યક્તિને અટકાયતમાં લેવાની તૈયારી કરી રહી છે
Advertisement
Tags :
Advertisement

.