Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat ATS And Drugs: ગુજરાતમાં Drugs સપ્લાય કરતી ચેનનો છેડો ક્યારે આવશે હાથમાં...?

Gujarat ATS And Drugs: ગુજરાત (Gujarat) નો દરિયા કિનારો ડ્રગ્સ (Drugs) માફિયા માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો હોય, તેમ ડ્રગ્સ (Drugs) ની હેરાફેરી કરવામાં આવે છે. પરંતુ ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ડ્રગ્સ (Drugs) માફિયાઓના ઈરાદાઓ સતત નિષ્ફળ જઈ...
05:06 PM Apr 28, 2024 IST | Aviraj Bagda
Gujarat ATS And Drugs

Gujarat ATS And Drugs: ગુજરાત (Gujarat) નો દરિયા કિનારો ડ્રગ્સ (Drugs) માફિયા માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો હોય, તેમ ડ્રગ્સ (Drugs) ની હેરાફેરી કરવામાં આવે છે. પરંતુ ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ડ્રગ્સ (Drugs) માફિયાઓના ઈરાદાઓ સતત નિષ્ફળ જઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઓપરેશન સુરક્ષા એજન્સીઓ દ્વારા પોરબંદર (Porbandar) ના અરબી સમુદ્ર (Ocean) માં પાર પાડવામાં આવ્યું છે.

મળતી વિગતો મુજબ એટીએસ (ATS) એનસીબી (NCB) અને ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Gaurd) ને મળેલા ઇનપુટ ના આધારે દરિયામાં એક પાકિસ્તાની બોટ સાથે 14 પાકિસ્તાનીઓને 86 Kg Drugs ના જથ્થા સાથે ઝડપી લેવાયા છે. પોરબંદર ICG ની રાજરત્ન બોટના સહયોગથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. હાલ, તો સુરક્ષા એજન્સીઓ આ તમામ પાકિસ્તાનીઓને પોરબંદર ખાતે લાવી રહી છે.

ICG એ પાકિસ્તાની બોટને 86 Kg Drugs સાથે જપ્ત કરી

Porbandar દરિયાઈ સીમાના સુરક્ષા અધિકારીઓએ 28 એપ્રિલના રોજ દરિયામાં ગુપ્ત માહિતી આધારે ATS એ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો Drugs પકડવામાં આવ્યો હતો. આ ઓપરેશન જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સહયોગ કર્યો હતો .જે સફળ ઓપરેશનમાં પરિણમ્યો હતો.

આ પણ વાંચો: VADODARA :શહેર-જિલ્લામાં “તમારા મતદાન મથકને જાણો” કેમ્પેઇન યોજાયું

ઓપરેશનને સફળ કરવા માટે ICG ના જહાજો અને એરક્રાફ્ટ મિશનમાં તૈનાત કરવામાં આવ્યા હતા. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા, તેણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. Drugs થી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારી કોસ્ટ ગાર્ડના જહાજ રાજરતનને લીધે થઇ શકી નથી. પાકિસ્તાની બોટને તેના ક્રૂ સાથે પકડી પાડવામાં આવી છે. તો વધુ તપાસ માટે પોરબંદર આરોપીઓ સાથે બોટ લાવવામાં આવી છે.

આ પણ વાંચો: Nirlipt Rai : ગુજરાત પોલીસ બેડામાં ચૂંટણી ટાણે કેમ છે ખુશીનો માહોલ ?

આ પહેલા પણ 3 વખત 3 મહિનાની અંદર Drugs પકડાયું

જોકે ભારતીય નૌકાદળના સુરક્ષા અધિકારીઓએ આ પહેલા પણ ગુજરાતની દરિયાઈ સીમા પરથી ઓપરેશન હાથ ધરી કરોડાનો Drugs જપ્ત કર્યો છે. તેના અંતર્ગત ફેબ્રુઆરી 2024 માં જ પોરબંદર નજીક સમુદ્રમાંથી 3100 કિલો Drugs ઝડપાયો હતો. ત્યારબાદ માર્ચ મહિનામાં 80 કિલો Drugs ઝડપાયો હતો અને હવે ચાલુ માસમાં એટલે કે એપ્રિલ મહિનામાં આજે 28 એપ્રિલે 90 કિલો Drugs ઝડપાયો છે. એટલે કે છેલ્લા ત્રણ મહિનામાં સુરક્ષા એજન્સીઓએ મહત્વના ત્રણ ઓપરેશન પાર પાડી Drugs માફિયાઓના ઇરાદાઓ નિષ્ફળ બનાવ્યા છે.

અહેવાલ કિશન ચૌહાણ

આ પણ વાંચો: Padminiba : રાહુલ ગાંધીએ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે : પદ્મિની બા

Tags :
ATSdrugsGujaratGujarat ATS And DrugsGujarat OceanGujaratFirsticgIndian Coast GuardNarcoticsNCBPakistaniPorbandar
Next Article