Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : BJP ના નવા ધારાસભ્યોએ લીધા જનસેવાનાં 'શપથ', CM, ગૃહ રાજ્યમંત્રી રહ્યા હાજર

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) સાથે ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ તમામ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપે જીતી હતી. ત્યારે આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM...
gandhinagar   bjp ના નવા ધારાસભ્યોએ લીધા જનસેવાનાં  શપથ   cm  ગૃહ રાજ્યમંત્રી રહ્યા હાજર

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) સાથે ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ તમામ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપે જીતી હતી. ત્યારે આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાનાં અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.

Advertisement

CM, HM સહિતના અગ્રણી નેતાઓની હાજરીમાં શપથગ્રહણ સમારોહ

ગાંધીનગર (Gandhinagar) ખાતે રાજ્યની 5 વિધાનસભા બેઠકો ( by-elections Gujarat) પર નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો આજે શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi), નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણી નેતાઓની હાજરીમાં વિધાનસભાનાં અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ તમામ નવા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. જણાવી દઈએ કે, પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) શપથગ્રહણ કર્યા હતા. વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શપથ લીધા હતા.

Advertisement

કોંગ્રેસના આ નેતાઓને BJP નેતાઓએ આપી મહાત

ઉપરાંત, ખંભાત વિધાનસભા પરથી ચિરાગ પટેલ, માણાવદર વિધાનસભા બેઠક પરથી અરવિંદ લાડાણી અને વિજાપુર વિધાનસભા પરથી ચૂંટાયેલા ડો. સી.જે. ચાવડાએ (CJ Chavda) શપથ લીધા હતા. પોરબંદર વિધાનસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ભવ્ય જીત નોંધાવી કોંગ્રેસનાં ઉમેદવાર રાજુ ઓડેદરા હરાવ્યા હતા. માણાવદર વિધાનસભા બેઠક પર BJP ઉમેદવાર અરવિંદ લાડાણીએ કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરાને ચૂંટણીમાં હરાવ્યા હતા. જ્યારે વિજાપુર બેઠક પરથી બીજેપીના સી.જે ચાવડાએ કોંગ્રેસના દિનેશ પટેલને ચૂંટણીમાં હરાવ્યા હતા. વાધોડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને પરાસ્ત કર્યા હતા. જ્યારે ખંભાત વિધાનસભા બેઠક પરથી બીજેપીના ચિરાગ પટેલે કોંગ્રેસના (Congress) મહેન્દ્રસિંહ પરમારને મહાત આપી હતી.

Advertisement

આ પણ વાંચો - CABINET MINISTER: નિમુબેન બાંભણીયાને મળ્યું ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચો - Health Ministry: મોદી સરકાર 3.0 માં જે.પી. નડ્ડાને મળ્યું આરોગ્ય મંત્રાલય , જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચો - Labor Ministry: મનસુખ માંડવિયાને આપવામાં આવ્યું શ્રમ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

Tags :
Advertisement

.