ચૂંટણી આવતા જ AAP હરકતામાં આવે છે, દેશને તોડવાનું પ્લાનિંગ કરે છે: ગૃહમંત્રીશ્રી
અમદાવાદ (Ahmedabad) ખાતે સાબરમતી સંવાદ કાર્યક્રમમાં ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ભાગ લીધો હતો. અહીં તેમણે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમજ આ સાથે તેમણે પોલીસ ભરતી અને બેટ દ્વારકામાં દબાણ મુદ્દે વાત કરી હતી.ગૃહરાજ્યમંત્રીશ્રીએ AAP પર કર્યા પ્રહારતેમણે આમ આદમી પાર્ટી (AAP) પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીની સિઝનમાં ચૂંટણીના ફાયદા માટે તેઓ આવે છે અને તે માટે તેઓ કોઈ પણ હદ સુà
અમદાવાદ (Ahmedabad) ખાતે સાબરમતી સંવાદ કાર્યક્રમમાં ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ભાગ લીધો હતો. અહીં તેમણે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમજ આ સાથે તેમણે પોલીસ ભરતી અને બેટ દ્વારકામાં દબાણ મુદ્દે વાત કરી હતી.
ગૃહરાજ્યમંત્રીશ્રીએ AAP પર કર્યા પ્રહાર
તેમણે આમ આદમી પાર્ટી (AAP) પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીની સિઝનમાં ચૂંટણીના ફાયદા માટે તેઓ આવે છે અને તે માટે તેઓ કોઈ પણ હદ સુધી જાય છે. તેમના અનેક નેતા વાંધાજનક લોકોને મળે છે. બેઠક કરે છે તેના ફોટો સામે આવ્યા છે. ગુજરાતે 700થી વધારે ડ્રગ્ઝ માફીયા પકડ્યા છે અને તેને જામીન પણ નથી મળ્યા તમામ જેલમાં બંધ છે. જેની સામે પંજાબમાં (Punjab) આજે પણ ડ્રગ્ઝ સામેની લડાઈમાં તેઓ ગંભીરતાથી નથી લડતા જો તેઓ ગુજરાત મોડલ પ્રમાણે કામ કરશે તો 100% પંજાબમાં પણ ડ્રગ્ઝ માફિયાઓને રોકવામાં આપણને સફળતા મળશે.
ગેરકાયદેસર દબાણને લઈને હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
તેમણે બેટ દ્વારકામાં (Bet Dwarka) દબાણ દુર કરવા મુદ્દે તેમણે જણાવ્યું કે, બેટ દ્વારકામાં મોટા પ્રમાણમાં દબાણો દુર કરાયા છે. 150થી વધારે ગેરકાયદે મિલકત પર ડિમોલેશન કરાયું. ડ્રગ્ઝ માફીયાના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. કચ્છના જખૌમાં 300 જેટલી પ્રોપર્ટી દુર કરવામાં આવી. તેમણે કહ્યું, કરાંચીથી માત્ર 58 નોટિકલ માઈલ અંતરે બેટ દ્વારકા આવેલું છે. બેટ દ્વારકામાં અનેક ધાર્મિક ગેરકાયદે બાધકામ હતું, કોમર્શિયલ એક્ટિવિટી હતી. અમે 150થી વધારે પ્રોપર્ટીઝ પર ડિમોલેશન કર્યું અને અનેક એવા ઘર બની ગયા હતા, જે ઘર ડ્રગ્ઝના સપ્લાઈ માટે ઉપયોગમાં લેવાયા હતા. અનેક મઝાર જે સરકારી જમીન પર હતી. જખૌમાં 300 જેટલી પ્રોપર્ટી સરકારી જમીનમાં હતી તેનું ડિમોલેશન કર્યું.
પોલીસ ભરતીને લઈને ગૃહરાજ્યમંત્રીશ્રીનું નિવેદન
પોલીસ (Police) ભરતીને લઈને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે મોટા પ્રમાણમાં 12 હજાર પોલીસ જવાનોની ભરતી કરવામાં આવી છે. જેના કારણે પોલીસબેડામાં વધારો થયો છે. તેમણે કહ્યું, ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ વર્ષે 12 હજારથી વધારે પોલીસ જવાનોની ભરતી કરવામાં આવી જેની બધી જ પ્રક્રિયાપૂર્ણ થઈ ચુકી છે. પીએસઆઈનું ફાઈનલ પરિણામ પણ થોડાં દિવસોમાં આવી જશે. 12 હજાર નવા પોલીસ જવાનોની ભરતીથી પોલીસફોર્સમાં વધારે થશે.
Advertisement