ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : આવતીકાલે કેબિનેટની મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા!

ગાંધીનગરમાં (Gandhinagar) આવતીકાલે એટલે કે બુધવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (Bhupendra Pate) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અભિનંદન પ્રસ્તાવ અપાશે. સાથે જ વિધાનસભા સત્રની તૈયારીને લઈ પણ ચર્ચા કરવામાં આવશે. માહિતી...
11:53 PM Jan 23, 2024 IST | Vipul Sen
સૌજન્ય- Google

ગાંધીનગરમાં (Gandhinagar) આવતીકાલે એટલે કે બુધવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (Bhupendra Pate) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અભિનંદન પ્રસ્તાવ અપાશે. સાથે જ વિધાનસભા સત્રની તૈયારીને લઈ પણ ચર્ચા કરવામાં આવશે. માહિતી છે કે, આ કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) વડોદરામાં બનેલી ગોઝારી ઘટના સંદર્ભે થયેલી તપાસ બાબતે પણ ચર્ચા થઈ શકે છે.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે 500 વર્ષના સંઘર્ષનો પણ અંત આવ્યો છે. ત્યારે આવતીકાલે એટલે કે બુધવારે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક યોજાવવા જઈ રહી છે. આ બેઠક સવારે 10 વાગે મળશે. માહિતી મુજબ, આ બેઠકમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને (Ram Mandir Pran Pratistha) લઈ અભિનંદન પ્રસ્તાવ અપાશે. આ સાથે વિધાનસભા સત્રની તૈયારીને લઈને પણ ચર્ચા થશે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં વડોદરામાં (Vadodara) સર્જાયેલ હરણી તળાવ ગોઝારી દુર્ઘટના મામલે થયેલી તપાસ બાબતે પણ ચર્ચા થઈ શકે છે.

રાજ્યની નીતિ વિષયક બાબતો અને આગામી આયોજનો પર ચર્ચા

ઉપરાંત, ગાંધીનગરમાં (Gandhinagar) આવતીકાલે સવારે 10 યોજાનારી કેબિનેટ બેઠકમાં રાજ્યની નીતિ વિષયક બાબતો અને આગામી આયોજનો પર પણ ચર્ચા થઈ શકે છે. ઉપરાંત, ગાંધીનગર ખાતે લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપની બેઠક યોજાશે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આ બેઠકમાં આગામી દિવસોના કાર્યક્રમ, આયોજન સંદર્ભે ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદો, લોકસભા સીટ ઈન્ચાર્જ હાજરી આપી શકે છે. પ્રભારી અને ક્લસ્ટર ઈન્ચાર્જ પણ હાજર રહેશે એવી માહિતી છે.

 

આ પણ વાંચો - Amit Majethia : સટ્ટાકિંગ અમિત મજેઠિયા સહિત 7 સામે CID માં ફરિયાદ, 11 કરોડના વ્યવહારો થયાનો ખુલાસો!

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AyodhyaAyodhya Ram Mandir Pran PratisthaBJPCabinet-meetingChief Minister Bhupendra PatelCR PatilGandhinagarGujarat FirstGujarati NewsHarani LakeLok Sabha Electionsram mandirVadodara
Next Article