Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : સી.આર.પાટીલે મહેશ વસાવાને ખેસ પહેરાવી કર્યું સ્વાગત

Gandhinagar : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (loksabha election) જેમાં જેમાં નજીક આવી  રહી  છે  તે તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે.  રાજ્યમાં ભાજપ જોડો અભિયાન ચાલી રહ્યું છે. હવે સામે આવી રહેલી માહિતિ અનુસાર BTPના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાઈ...
gandhinagar   સી આર પાટીલે મહેશ વસાવાને ખેસ પહેરાવી કર્યું સ્વાગત

Gandhinagar : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (loksabha election) જેમાં જેમાં નજીક આવી  રહી  છે  તે તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે.  રાજ્યમાં ભાજપ જોડો અભિયાન ચાલી રહ્યું છે. હવે સામે આવી રહેલી માહિતિ અનુસાર BTPના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તેઓ તેમના અનેક સમર્થકો સાથે જોડાયા છે. આ સાથે જ પાલનપુરના મહેશભાઈ પટેલ પણ ભાજપમા જોડાઈ ચૂક્યા છે.કમલમ ખાતે સી.આર પાટીલે (CR Patile )આ બંને નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યા છે.

Advertisement

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. રાજ્યમાં ભાજપ જોડો અભિયાન ચાલી રહ્યું છે. હવે સામે આવી રહેલી માહિતિ અનુસાર BTPના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તેઓ તેમના અનેક સમર્થકો સાથે જોડાયા છે. આ સાથે જ પાલનપુરના મહેશભાઈ પટેલ પણ ભાજપમા જોડાઈ ચૂક્યા છે.

Advertisement

સી.આર.પાટીલે કાર્યકરોને આપ્યા અભિનંદન

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જાણવ્યું કે આજે રાષ્ટ્રીય સ્તરે અનેક પ્રોજેક્ટસ પૂર્ણ થયા છે. લોકોના કામ પૂરાં થાય તે વધુ મહત્વનું છે. PMએ ગઇકાલે 10 એરપોર્ટનું એકસાથે લોકાર્પણ કર્યુ હતું. અગાઉ સુરતમાં એરપોર્ટ માટે આંદોલન કરવું પડ્યુ હતુ. અમારો સંકલ્પ 2027 સુધીમાં દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ છે. આ સંકલ્પ સિદ્ધ કરવામાં તમારા બધાનો સાથ જરૂરી રહેશે. આખા દેશમાંથી નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે અને આજે જોડાનારા સૌનું ભાજપમાં સ્વાગત કરું છું. ભાજપમાં કાર્યકર તરીકે જોડાનાર સૌને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે.

Advertisement

મહેશ વસાવાના પિતા છોટુ વસાવા સાથે મતભેદ

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભાાજપમાં જોડાવવાને લઈને મહેશ વસાવાના તેમના પિતા છોટુ વસાવા સાથે મતભેદ છે. આ વાત વિધાનસભા ચૂંટણી સમયે મતભેદ સામે આવ્યા હતા. કહેવાય છે કે મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે. હવે તેમની સાથે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે.

ચૈતર વસાવાને પડી શકે છે અસર

સામાન્ય આદિવાસી ખેડૂત પરિવારનો દીકરો ચૈતર વસાવા ડેડિયાપાડાથી લોકસભાની ચૂંટણી લડવા માંગે છે,હમણાં જ થોડાક સમય પહેલા ચૈતર વસાવા જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા અને શકિતપ્રદર્શન કર્યુ હતુ,તો ભાજપે ચૈતર વસાવાને ચૂંટણીના મતોમાં ફરક પડે તેવી શકયતાઓને લઈ,મહેશ વસાવા સાથે હાથ મિલાવ્યા હોઈ શકે.તો અગામી લોકસભામાં ચૈતર વસાવાને મજબૂત થઈને ફાઈટ આપવી પડશે.

આ  પણ  વાંચો - Mahesh Vasava : આદિવાસી રાજનીતિમાં મોટો ઉલટફેર! મહેશ વાસવા 1200 થી વધુ કાર્યકર્તા સાથે કેસરિયો ખેસ ધારણ કરશે!

આ પણ  વાંચો - GUJARAT CONGRESS ના આ દિગ્ગજ નેતાએ કેમ કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર..? વાંચો

આ  પણ  વાંચો - Lok Sabha Election 2024: ટૂંક સમયમાં BJP પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે

Tags :
Advertisement

.