Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Educational : વિદ્યાર્થીઓના બેગનું વજન કેટલું હોવું જોઈએ? સરકારે આપ્યો આ જવાબ

Educational : આજે ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) સત્ર દરમિયન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે (Kirit Patel) વિદ્યાર્થીઓના બેગના વજન પર મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં સરકારે કહ્યું, સરકારે કહ્યું વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી 10 ટકાથી વધુ ન હોવું...
educational   વિદ્યાર્થીઓના બેગનું વજન કેટલું હોવું જોઈએ  સરકારે આપ્યો આ જવાબ

Educational : આજે ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) સત્ર દરમિયન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે (Kirit Patel) વિદ્યાર્થીઓના બેગના વજન પર મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં સરકારે કહ્યું, સરકારે કહ્યું વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી 10 ટકાથી વધુ ન હોવું જોઈએ. શિક્ષણ વિભાગે (Educational) બેગના વજન બાબતે 2018 માં ઠરાવ કર્યો હોવાનો જવાબ આપ્યો હતો.

Advertisement

Advertisement

ગુજરાત  વિધાનસભા સત્રમાં આજે કોંગ્રેસ તરફથી સવાલ કરવામાં આવ્યો કે, બાળકોના બેગનું વજન કેટલું હોવું જોઇએ અને તેમજ તેમના ગૃહકાર્ય અંગે શું જોગવાઈ કરવામાં આવી છે ? જેના જવાબમાં સરકારે જણાવ્યું કે, શિક્ષણ વિભાગે બેગ ના વજન બાબતે 2018માં ઠરાવ કર્યો છે. જેના અનુસાર, બેગનું વજન પોતાના વજનથી 10 ટકાથી વધુ ન હોવું જોઈએ.

10 percent

Advertisement

ગૃહકાર્ય અંગે પણ સૂચના અપાઈ

આ ઉપરાંત શાળાના બાળકોના ગૃહકાર્ય અંગે પણ સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે, ધોરણ 1 અને 2માં કોઈ ગૃહકાર્ય ન આપવું જોઇએ. તેમજ ધોરણ 3થી 5માં અડધો કલાક ગૃહકાર્ય આપવા સૂચના આપવામાં આવી છે. જ્યારે ધોરણ 6 અને 7 માં એક કલાકનું ગૃહકાર્ય આપવા સૂચના અપાઈ છે. જેના અનુરૂપ શાળાએ પણ કાર્ય કરવું જોઇએ.જ્યારે શાળામાં બાળકો અંગેના સમય પત્રક અંગે સરકારે જણાવ્યું કે, માન્યતાવાળી પ્રિન્ટેડ સામગ્રીનો ઉપયોગ કરવા અને સમય પત્રક પ્રમાણે કામ કરવા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. વ્હીલ સ્કૂલ બેગને મંજૂરી હોવી જોઈએ નહીં. જેના અંગે પણ સરકારે સ્પષ્ટતા કરી છે.

Gujarat Educational

રાજ્યમાં કયા છ જિલ્લામાં શિક્ષકોની ઘટ

રાજ્યમાં છ જિલ્લમાં શિક્ષકોની ઘટ હોવાનો રાજ્યના શિક્ષણ મંત્રીએ સ્વીકાર કર્યો છે. તેણે કહ્યું 6 જિલ્લામાં કુલ 2281 શિક્ષકોની ઘટ છે. જે મુજબ ગીર સોમનાથમાં જિલ્લામાં કુલ 68 શિક્ષકોની, અમરેલી જિલ્લામાં કુલ 384 શિક્ષકોની, રાજકોટ જિલ્લા કુલ 725 શિક્ષકોની, નવસારી જિલ્લામાં કુલ 324 શિક્ષકોની, નર્મદા જિલ્લામાં કુલ 333 શિક્ષકો, વલસાડ જિલ્લામાં કુલ 387 શિક્ષકોની ઘટ છે

આ  પણ  વાંચો  -Vantara : રિલાયન્સ ફાઉન્ડેશને ‘વનતારા’ ની જાહેરાત કરી

Tags :
Advertisement

.